કેઆરકે સામે ધરપકડ વૉરન્ટ જાહેર, મનોજ બાજપેયીને ટ્વિટર પર કહ્યા હતા ચરસી, ગંજેડી, જાણો સમગ્ર મામલો
ફિલ્મ ક્રિટિક અને એક્ટર કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકે સામે ઈન્દોરની જિલ્લા અદાલતે ધરપકડ વૉરન્ટ જાહેર કર્યો છે. અહીં જાણો સમગ્ર મામલો

Manoj Bajpayee and KRK: મનોજ બાજપેયીએ દાખલ કરેલ માનહાનિ કેસમાં ફિલ્મ ક્રિટિક અને એક્ટર કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકે સામે ઈન્દોરની જિલ્લા અદાલતે ધરપકડ વૉરન્ટ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે કેઆરકેએ મનોજ બાજપેયીને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્વિટર પર ચરસી અને ગંજેડી કહ્યા હતા. ત્યારબાદ મનોજ બાજપેયીએ કેઆરકે સામે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.

વકીલે જણાવ્યો સમગ્ર મામલો
એડવોકેટ પરેશ જોશીએ જણાવ્યુ હતુ કે તેમના અસીલ મનોજ બાજપેયીની અરજી પર, બંને પક્ષોને સાંભળ્યા પછી, પ્રથમ વર્ગ ન્યાયિક મેજિસ્ટ્રેટ (JMFC) એ ગુરુવારે જ કેઆરકે વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યુ છે. કેઆરકેને 10 મે 2023ના રોજ કોર્ટમાં હાજર થવાનુ છે.આ અરજીમાં મનોજ બાજપેયી વતી કહેવામાં આવ્યુ હતુ કે કેઆરકે ઈન્દોરની જિલ્લા અદાલતમાં પેન્ડિંગ માનહાનિના કેસથી સંપૂર્ણપણે વાકેફ છે પરંતુ તે જાણીજોઈને સુનાવણીમાં વિલંબ કરવા માટે કોર્ટ સમક્ષ હાજર નથી થઈ રહ્યા.

સ્ટે ઑર્ડરથી રાહતની આશા
કેઆરકે દ્વારા JMFCને જિલ્લા કોર્ટમાં તેમની સામેની કાર્યવાહી પર રોક લગાવવા વિનંતી કરવામાં આવી છે કારણ કે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેમાં તેમને સ્ટે ઓર્ડરમાંથી રાહત મળવાની આશા છે. તમને જણાવી દઈએ કે કેઆરકે વતી જેએમએફસીને કહેવામાં આવ્યુ હતુ કે તે કેન્સરથી પીડિત છે, તેથી તે કોર્ટ સુધી પહોંચી શકતો નથી.

મનોજ બાજપેયીએ કેમ કર્યો કેસ
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મનોજ બાજપેયીએ ઈન્દોરની જિલ્લા અદાલતમાં દાખલ કરેલા કેસમાં આરોપ લગાવ્યો છે કે કેઆરકેએ 26 જુલાઈ, 2021ના રોજ તેમના સન્માન અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી અલગ-અલગ ટ્વિટર હેન્ડલ પરથી બે ટ્વિટ કરી હતી. જે એકદમ ખોટી હતી.

કેઆરકેએ બચાવમાં કહી આ વાતો
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર દલીલો દરમિયાન કેઆરકેના વકીલે ઉપરોક્ત આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યુ હતુ કે આમાંથી એક ટ્વિટર હેન્ડલ, KRK બૉક્સ ઑફિસ, 22 ઑક્ટોબર, 2020ના રોજ સલીમ અહેમદ નામના વ્યક્તિને વેચવામાં આવ્યુ હતુ અને મનોજ બાજપેયી વિશે કથિત ટ્વિટ સમયે આ હેન્ડલનો ઉપયોગ કેઆરકેએ કર્યો નહોતો. કેઆરકે વતી હાઈકોર્ટમાં પોતાના બચાવમાં એવુ પણ કહેવામાં આવ્યુ હતુ કે તેણે ક્યારેય મનોજ બાજપેયી કે ભારતીય ફિલ્મ જગતના અન્ય કોઈ કલાકારનુ અપમાન કરવાના ઈરાદાથી કોઈ ટિપ્પણી કરી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
