Pics : નિખિલ જ છે ડી ડેના રીયલ હીરો!
મુંબઈ, 16 જુલાઈ : નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મનું તાજેતરમાં જ સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ કે જેમાં ફિલ્મના કલાકારો ઉપરાંત અન્ય હસ્તીઓએ પણ હાજર રહી. આ પ્રસંગે સૌ કોઈએ ફિલ્મ જોયા બાદ ફિલ્મના દિગ્દર્શક નિખિલ અડવાણીના મન મૂકીને વખાણ કર્યાં.
ડી ડે ફિલ્મમાં એક રૉ એજંટની ભૂમિકા ભજવતાં અભિનેતા અર્જુન રામપાલે તો દિગ્દર્શક નિખિલ અડવાણીને જ આ ફિલ્મના રીયલ હીરો ગણાવ્યાં. રામપાલે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન જણાવ્યું કે અડવાણીની આ મારધાડ તેમજ રોમાંચથી ભરપૂર ફિલ્મ છે. તેમની આ પ્રકારની આ પહેલી ફિલ્મ છે. અર્જુન રામપાલે જણાવ્યું - આ એક ખૂબ જ મુશ્કેલ ફિલ્મ છે. કોઇએ પણ આ પ્રકારની રોમાંચથી ભરપૂર એક્શન ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો નહોતો. અનેક પ્રકારની લાગણીઓ સાથે સૌંદર્યના રંગો ઉભારવા મુશ્કેલ કામ છે અને નિખિલે આ કામ સારી રીતે કર્યું છે. તેઓ આ ફિલ્મના હીરો છે.
ડી ડે ફિલ્મમાં અર્જુન રામપાલ ઉપરાંત હુમા કુરૈશી તેમજ ઇરફાન ખાન અને શ્રુતિ હસન પણ છે. ફિલ્મ 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.
આવો સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો સાથે વધુ વિગતો જાણીએ :

ચંકી પાન્ડે
ડી ડે એક જાસૂસી રોમાંચક ફિલ્મ છે કે જે આગામી 19મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.

નિખિલ જ અસલી હીરો
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મમાં રૉ એજંટની ભૂમિકા ભજવતાં અર્જુન રામપાલે જણાવ્યું કે દિગ્દર્શક નિખિલ અડવાણી જ ફિલ્મના અસલી હીરો છે.

હુમા કુરૈશી
ડી ડેમાં હુમા કુરૈશીએ અર્જુન રામપાલના પત્નીની ભૂમિકા ભજવી છે.

ઉત્સાહિત છે હુમા
હું પહેલી વાર મારધાડ વાળી ફિલ્મ કરી રહી છું અને તેને લઈને ખૂબ ઉત્સાહિત છું. આ એક રીતે એક્શન ફિલ્મ છે કે જેમાં એજંટ પાકિસ્તાન જઈ ત્યાંથી અપરાધીઓને પાછા લાવે છે.

દાઉદના લુકમાં ઋષિ
ડી ડે ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે કે જેઓ દાઉદ ઇબ્રાહીમના લુકમાં છે.

શ્રુતિ હસન
ડી ડેમાં શ્રુતિ હસન એક વેશ્યાનો રોલ કરી રહ્યાં છે. શ્રુતિની 19મી જુલાઈના રોજ વધુ એક ફિલ્મ રમૈયા વસ્તાવૈયા પણ રિલીઝ થાય છે.

અર્જુન સાથે ઇંટીમેટ સીન્સ
ડી ડેમાં અર્જુન રામપાલ અને શ્રુતિ હસન વચ્ચે અનેક ઇંટીમેટ સીન્સ છે.

અહેસાન
ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સંગીતકાર અહેસાન.

મેહર જેસિયા
ડી ડેના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત મેહર જેસિયા.

સુઝાન રોશન
ડી ડેના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સુઝાન રોશન પણ હાજર રહ્યાં કે જેમના પતિ હૃતિક રોશનની તાજેતરમાં જ બ્રેન સર્જરી થઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
