Pics : છુટાછેડા લેતા જ અર્જુન રામપાલ સાથે ઉજવણી કરતાં સુઝાન!
મુંબઈ, 5 મે : બૉલીવુડમાં અટકળોને ક્યારેય વિરામ મળતુ નથી. કોઈ જોડી બનતી હોય કે પછી બગડતી હોય, તેની પાછળ અટકળોનો પ્રવાહ તો હંમેશા ચાલુ જ રહે છે. તેમાં પણ બનતી જોડીઓ અંગેની અટકળો કરતા લોકોને બગડતી જોડીઓ અંગેની અટકળો વાંચવા-સાંભળવામાં વધુ રસ પડતો હોય છે.
બૉલીવુડની આવી જ એક બગડેલી જોડી છે હૃતિક-સુઝાન. હૃતિક રોશન અને તેમના ભૂતપૂર્વ પત્ની સુઝાન વચ્ચેના સંબંધો જ્યારે બન્યા હતાં, ત્યારે એટલા ચર્ચામાં નહોતા, પરંતુ જ્યારથી બંનેના સંબંધો વણસવા લાગ્યા, ત્યારથી બંને હૅડલાઇન્સ બનતા રહ્યાં છે અને છુટાછેડા લીધા બાદ પણ આ જોડીની ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લેતી.
તાજેતરમાં જ હૃતિક રોશન અને સુઝાને કાયદેસર છુટાછેડા લઈ લીધાં છે. ગત વર્ષના અંતે બંનેએ જુદા રહેવાનો નિર્ણય કર્યો હતો અને હવે કોર્ટ કાર્યવાહી વડે બંને કાયદેસર ભૂતપૂર્વ પતિ-પત્ની બની ગયાં છે. બંનેના સંબંધો વણસવા પાછળના અનેક કારણો કહેવાય છે. તેમાં હૃતિકના કૅટરીના કૈફ સાથે, તો સુઝાનના અર્જુન રામપાલ સાથેના સંબંધો પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે.
જોકે હૃતિક રોશન અને કૅટરીના કૈફ અંગે અફવાઓ ઓછી વહેતી હોય છે, પરંતુ સુઝાન અને અર્જુન રામપાલ મોટાભાગના ઇવેંટ્સમાં સાથે દેખાય છે અને ચોંકાવનારી બાબત તો એ છે કે સુઝાન હૃતિક રોશન સાથે છુટાછેડા લીધાના ચોવીસ કલાક બાદ જ અર્જુન રામપાલ સાથે બાન્દ્રા ખાતેના રેસ્ટોરંટમાં દેખાયા હતાં.
ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

અર્જુન-સુઝાન એક જ રેસ્ટોરંટમાં
સુઝાને હૃતિક સાથે છુટાછેડા લીધાને ચોવીસ કલાક બાદ જ અર્જુન રામપાલ સાથે એક રેસ્ટોરેંટમાં ડિનર કર્યું.

ખુશખુશાલ સુઝાન
રેસ્ટોરંટ તરફ કારમાં જઈ રહેલા સુઝાન ખૂબ જ ખુશખુશાલ જણાય છે.

બોઝો ઉતર્યો?
સુઝાનની ખુશી જોઈ લાગે છે કે જાણે તેમની ઉપરથી હૃતિક રોશન સાથેના સંબંધનો બોઝો ઉતરી ગયો છે.

અટકળોને હવા
હૃતિકથી છુટા પડતા જ અર્જુન સાથે પાર્ટી કરતા સુઝાન-અર્જુન વચ્ચે અફૅરની અટકળોએ ફરી જોર પકડ્યુ હતું.

મેહર પણ હાજર
જોકે આ ડિનર પાર્ટીમાં સુઝાન અર્જુન સાથે એકલા નહોતાં. અર્જુનના પત્ની મેહર જેસિયા પણ હાજર હતાં.

અર્જુન પણ ખુશ
રેસ્ટોરંટમાં ડિનર પાર્ટી દરમિયાન અર્જુન રામપાલ પણ ખુશખુશાલ જણાતા હતાં.

મસાબા ગુપ્તા
બાંદ્રા ખાતેના રેસ્ટોરંટમાં મસાબા ગુપ્તા પણ પહોંચ્યા હતાં.

ડીનોની હાજરી
ડીનો મોરિયો પણ આ રેસ્ટોરંટમાં ડિનર કરવા પહોંચ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
