મલાઈકા અરોરા સાથે મેરેજ પ્લાન પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, કહ્યુ - મને લાગે છે કે આ અંગે હવે...
Malaika Arora arjun Kapoor Relationship: બૉલિવુડ એક્ટર અર્જુન કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે. તે લગભગ 5 વર્ષથી બૉલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. શરુઆતમાં બંને એકબીજાને માત્ર પોતાના મિત્ર કહેતા હતા પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ એકબીજા પર પ્રેમ વરસાવે છે.
જો કે આ કપલ ઘણી વાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ જાય છે. હાલમાં કૉફી વિથ કરણ 8માં, અર્જુન કપૂરે મલાઈકા સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેની લગ્ન કરવાની શું યોજના છે.

અર્જુન કપૂર અભિનેતા આદિત્ય રૉય કપૂર સાથે કૉફી વિથ કરણ 8માં પહોંચ્યો હતો. આ દરમિયાન કરણ જોહરે બંનેના અંગત જીવનને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા હતા. અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર મલાઈકા સાથે ટ્રોલ થવાને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો હતો. અભિનેતાએ જણાવ્યું કે આનાથી તેના સંબંધો પર કેવી અસર પડે છે.
અર્જુન કપૂરે ટ્રોલિંગ વિશે કહ્યું, 'આ વાત દરેકને અસર કરે છે. પરંતુ તેની સાથે ડીલ કરવુ તે આવડવુ જોઈએ. પહેલા હું દરેકને જવાબ આપવા માંગતો હતો પરંતુ હવે મને ખબર પડી છે કે આ બધી માત્ર રેન્ડમ કોમેન્ટ છે. આ સિવાય કરણ જોહરે અર્જુન કપૂર સાથેના લગ્નને લઈને સવાલ પૂછ્યો હતો.
મલાઈકા સાથેના સંબંધોને આગળ વધારવા પર અર્જુન કપૂરે કહ્યું, 'હું યોગ્ય સમય આવશે ત્યારે આ વિશે વાત કરીશ. અત્યારે, હું સંબંધમાં જ્યાં ઉભો છું, મને લાગે છે કે હું ખુશ છું. આ કમ્ફર્ટ ઝોન સુધી પહોંચવા માટે અમે બંનેએ ઘણો સંઘર્ષ કર્યો છે. અત્યારે હું આના પર વધારે નહીં કહી શકુ કારણ કે હું આ વિશે એકલા જ વાત કરવા નથી માંગતો.
તમને જણાવી દઈએ કે અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ અર્જુન કપૂરે મલાઈકા અરોરાના જીવનમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં બંનેએ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા ન હતા. પરંતુ વર્ષ 2021માં, કપલે તેને મંજૂરી આપી. ચાહકોને આ કપલ ખૂબ ગમે છે. સોશિયલ મીડિયા પર પણ અર્જુન અને મલાઈકા એકબીજા પર પ્રેમ વરસાવતા બિલકુલ ખચકાતા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
