પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી છે? જાણો શું છે હકીકત?
હાલ બોલિવૂડમાં પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની લવ સ્ટોરીની ખુબ ચર્ચાઓ છે. બન્ને હાલમાં જ લંચ પર સાથે જોવા મળ્યા હતા અને ત્યારથી આ ચર્ચાએ જોર પકડયુ છે. જો કે હવે સમાચારો તો એવા પણ આવી રહ્યા છે કે બન્ને એ સગાઈ કરી લીધી છે.

બન્ને સાથે જોવા મળ્યા હતા
પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારપછી બન્ને ડેટ કરી રહ્યા હોવાની જોરદાર ચર્ચા છે. બન્ને સતત બે વખત સાથે જોવા મળ્યા બાદ આ વાત વધારે પાકી થઈ રહી કે બન્ને સાથે છે.

બન્નેએ સગાઈ કરી હોવાની અટકળો શરૂ થઈ
હવે આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ ભટ્ટના એક ટ્વિટે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી છે. AAP સાંસદ સંજીવ અરોરાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, હું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમનું આ મિલન પ્રેમ, સુખ અને સાથથી ભરેલું રહે. મારી શુભેચ્છાઓ. આ ટ્વીટ બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે બંનેએ સગાઈ કરી લીધી છે.

પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી
આ ટ્વિટ સામે આવ્યા બાદ હવે ઘણા યુઝર્સ સંજીવ અરોરાના ટ્વીટ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે કે બંનેની સગાઈ થઈ ગઈ છે. જો કે આ અંગે હાલ કોઈ અધિકારીક માહિતી બહાર આવી નથી. હાલમાં જ એવા પણ અહેવાલો હતા કે બંનેના પરિવારજનોએ લગ્નની વાતો શરૂ કરી દીધી છે. રવિવારે પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી.

પરિણીતી અને રાઘવ ચઢ્ઢા પહેલેથી જ એકબીજાને પસંદ કરે છે
મીડિયા રિપોર્ટ અનુસાર, પરિણીતી અને રાઘવ ચઢ્ઢા પહેલેથી જ એકબીજાને પસંદ કરે છે અને તેમના પરિવારજનો પણ થોડા સમય પહેલા મળ્યા હતા. હવે લગ્નની ઔપચારિક જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. જો કે બંને વ્યસ્ત હોવાને કારણે હજુ તારીખ નક્કી થઈ નથી.

બન્નેના પરિવારો પણ સંમત છે
અહીં તમને જણાવી દઈએ કે, પરિણીતીના નજીકના મિત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે ખુલાસો કર્યો હતો કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એકબીજાને લાંબા સમયથી ઓળખે છે અને મિત્રો છે. આ મિત્રતા થોડા સમય પહેલા સંબંધમાં બદલાઈ ગઈ છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા વચ્ચે ઘણી બધી બાબતો સમાન છે. ખાસ કરીને બંને જીવન જીવવાના પરિપ્રેક્ષ્યને સમાન રીતે જુએ છે.
I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR
— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
