#RapeComment: સલમાનને માફી માંગવાની જરૂર નથી- અરબાઝ
એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાને પોતાની તુલના એક રેપ પીડિત મહિલા સાથે કરી હતી. સલમાન ખાને કહ્યું હતું કે સુલ્તાનની ટ્રેનિંગ દરમિયાન મારી હાલત તેવી થઇ ગઇ હતી કે મને રેપ વિક્ટિમ જેવું ફિલ થતું હતું. જો કે આ નિવેદનના તરત જ બાદ સલમાન ખાને કહ્યું કે આને ઇગ્નોર કરો...મારે આવું ના કહેવું જોઇએ!
પણ કહેવાય છેને કે જે એક વાર મોઢામાં નીકળી ગયું તે પાછું નથી લેવાતું. અને આવું જ કંઇક થયું સલમાન ખાન સાથે જેમનો વિવોદા સાથે જૂનો નાતો છે. ટ્વિટર પર સલમાન ખાનનો જબદસ્ત વિરોધ થયો. જો કે તેમના ફેન્સ પણ તેમનો જબરો સાથ આપ્યો. પણ જ્યારે આ મામલે તેમના ભાઇ અરબાઝ ખાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક નવો વિવાદ ઊભો કરી દીધો. ત્યારે અરબાઝથી લઇને તેમના પિતા સલીમ અને અન્ય લોકોની પ્રતિક્રિયા શું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શું કહ્યું અરબાઝે
સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાને કહ્યું મીડિયા પર ગુસ્સો કરતા કહ્યું કે તેમણે સલમાન ખાન પર કોઇ GPRS ફિટ નથી કરી રાખ્યું કે તેમને ખબર હોય કે સલમાન ક્યારે ક્યાં છે. જો કે અરબાઝે માન્યું કે સલમાન ખાને જે પણ કહ્યું તે અયોગ્ય છે. અને સાથે જ ઉમેર્યું કે તે વાતનો અહેસાસ સલમાનને પણ છે. પણ આવા નિવેદનોને ખોટી રીતે ફેલવવા ના જોઇએ. અને આ માટે સલમાન ખાનને માફી માંગવાની નહીં પણ સફાઇ આપવાની જરૂર છે.

સલીમ ખાન
સલીમ ખાને કહ્યું કે સલમાન ખાને જે પણ કહ્યું તે અયોગ્ય છે...જો કે તેનો ઇરાદો ખોટો નહતો. પણ સલમાનની તરફથી હું બધાથી માફી માંગુ છું.

સોના મોહાપાત્રા
સોનાએ સલમાન ખાનના વિરોધમાં લખ્યું કે હિટ એન્ડ રન કેસ, ચિંકારા કેસ...અને હવે રેપ પર નિવેદન...તેમ છતાં દેશનો હિરો...ભારતમાં આવા ફેન્સની કમી નથી. જો કે આ મામલે સલમાન ખાનના ફેન્સે સોનાને અનેક અપશબ્દોનો વાર કર્યો હતો.

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે પણ સલમાન ખાનને બેજવાબદાર ગણાવ્યો હતો.

શું છે વાત?
સલમાન ખાને તેની ફિલ્મ સુલ્તાનના પ્રમોશન માટે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે સુલ્તાનની ટ્રેનિંગ વખતે મારી હાલત તેવી હતી કે હું રેપ વિક્ટિમ જેવું અનુભવતો હતો.

ટ્વિટર પર ગુસ્સો
જે બાદ સલમાન ખાનનો ટ્વિટર પર જોરદાર વિરોધ થયો. લોકોનું કહેવું હતું કે સલમાન ખાન એક સુપરસ્ટાર તરીકે આવી કમેન્ટ કરી રીતે આપી શકે.

પ્રદર્શન
એટલું જ નહીં કેટલીક મહિલાઓએ સલમાન ખાનના ઘરની આગળ પ્રદર્શન કરી આ વાતનો વિરોધ પણ કર્યો. અને સલમાન ખાનની માફીની માંગ પણ કરી.

સલમાન અને માફી!
જો કે હવે સલમાન ખાન આ મામલે સોરી કહીને વાતને શાંત કરે છે કે પછી કોઇ બીજો જ વિવાદ કરે છે તે તો હવે જોવું જ રહ્યું.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
