PICS: હેલ્મેટ પહેરીને લવમેકિંગ સીન કરી રહ્યા છે અપારશક્તિ અને પ્રનૂતન
અપારશક્તિ ખુરાનાએ પોતાની અને પ્રનૂતન બહલની રોમેન્ટીક કૉમેડી હેલમેટમાંથી એક રોમેન્ટીક સીન શેર કરીને બતાવ્યુ છે કે કેવી રીતે સાવધાની સાથે શૂટિંગ કરવુ પડી રહ્યુ છે.
શૂટિંગ દરમિયાન નવા નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે એક્ટર્સે અંતર જાળવીને શૂટિંગ કરવુ પડશે અને ઈન્ટિમેટ સીન, લવમેકિંગ સીન, કિસિંગ સીન તો ભૂલી જ જાવ. આના પર ડાયરેક્ટર્સે વાંધો પણ વ્યક્ત કર્યો છે કે કોઈ સીન વિના લવ સ્ટોરી બનાવવી મુશ્કેલ વાત છે. હવે અપારશક્તિ ખુરાનાએ પોતાની અને પ્રનૂતન બહલની રોમેન્ટીક કૉમેડી હેલમેટમાંથી એક રોમેન્ટીક સીન શેર કરીને બતાવ્યુ છે કે કેવી રીતે સાવધાની સાથે શૂટિંગ કરવુ પડી રહ્યુ છે.

અત્યારે શૂટિંગ કરવુ ખૂબ જ મુશ્કેલ
આ સીનમાં અપારશક્તિ અને પ્રનૂતનના ચહેરા પર પીપીઈ કિટનો માસ્ક લગાવેલુ છે. અપારશક્તિએ લખ્યુ છે કે આસીન આજે આવી રીતે શૂટ કરવો પડતો સાવધાની સાથે. વાસ્તવમાં અપારશક્તિ અને પ્રનૂતન આ સીન પહેલા જ શૂટ કરી ચૂક્યા છે. અને અપારશક્તિએ એડિટ કરેલો ફોટો લોકો સાથે શેર કરીને જણાવ્યુ કે અત્યારે શૂટિંગ કરવુ ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યુ છે. આ અપારશક્તિની પહેલી સોલો રોમેન્ટીક ફિલ્મ હશે. તમને યાદ કરાવીએ અમુક સ્ટાર્સનના પહેલા કિસિંગ સીન કારણકે હવે આ સીન તમને પડદા પર જોવા નહિ મળે.

શાહરુખ ખાન
શાહરુખ ખાન પણ ઘણા વર્ષો સુધી નો કિસિંગને ફોલો કરતા રહ્યા પરંતુ જબ તક હે જાનમાં તેમણે કેટરીના કૈફ સાથે પહેલી વાર કિસિંગ સીન આપ્યો.

અજય દેવગણ
અજય દેવગણે આટલા વર્ષો સુધી કિસને ફોલો નથી કરી પરંતુ છેવટે શિવાયમાં તેમણે પોતાની કો-એક્ટ્રેસ સાથે કિસિંગ સીન આપ્યો.

આમિર ખાન
આમિર ખાન ત્રણે ખાનમાંથી એવા એક્ટર છે જેમને કિસિંગ સીનથી ક્યારેય પ્રોબ્લેમ નથી રહ્યો. તેમણે કયામત સે કયામત તકની પહેલા એક ફિલ્મ કરી હતી હોલી જે કૉમર્શિયલ ફિલ્મ નહોતી. આ ફિલ્મમાં તેમણે કિસિંગ સીન આપ્યો હતો અને એક્ટ્રેસ હતી કિટુ ગિડવાની.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન જ્યારે એંગ્રી યંગમેન હતા ત્યારે તેમણે ક્યારેય કોઈ અભિનેત્રીને કિસ નહોતી કરી. પરંતુ બ્લેક ફિલ્મમાં પહેલી વાર તેમણે રાની મુખર્જી સાથે કિસિંગ સીન આપ્યો. જો કે આ સીનનો કોઈ રોમેન્ટીક એંગલ નહોતો.

અક્ષય કુમાર
શાહરુખ ખાને પોતાના કરિયરમાં પહેલી વાર કિસિંગ સીન ઘણા વર્ષો બાદ આપ્યો પરંતુ અક્ષય કુમારે પોતાના કરિયરની શરૂઆતમાં જ પોતાની ફિલ્મ સોગંધમાં કિસિંગ સીન આપ્યો હતો.

ઋતિક રોશન
ઋતિક રોશન પોતાની ફિલ્મ કહો ના પ્યાર હેમાં અમીષા પટેલ સાથે કિસિંગ સીન આપવાથી પરહેજ નહોતુ કર્યુ પરંતુ ધૂમ 2માં ઐશ્વર્યા રાય સાથે કિસિંગ સીન ખૂબ જ છવાયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
