Pics : મલ્લિકા માટે મોદી માફક, રાહુલ રસહીન!
મુંબઈ, 5 ઑક્ટોબર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી યોગ્ય અપરિણીત કહેનાર બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી તેમના શો ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકામાં આવશે, તો તેઓ તેમના માટે કંઈ પણ કરી છૂટશે.
લાઇફ ઓકે ટેલીવિઝન ઉપર મલ્લિકા શેરાવતનો આ શો સોમવારથી શરૂ થનાર છે અને તેને અભિનેતા રોહિત રૉય હોસ્ટ કરવાના છે. આ શોના માધ્યમથી અભિનેત્રી મલ્લિકા શેરાવત પોતાના માટે જીવનસાથીની પસંદગી કરશે. શોમાં 30 યુવાનો મલ્લિકાને આકર્ષવાનો પ્રયત્ન કરશે.
શોના લૉન્ચિંગ પ્રસંગે મલ્લિકાને પૂછવામાં આવ્યું કે જો નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં આવે, તો તેઓ તેમના માટે શું કરશે? જવાબમાં મલ્લિકાએ જણાવ્યું - તેઓ જે કંઈ કહેશે, હું કરીશ. મારા માટે દેશના સૌથી યોગ્ય અપરિણીતી પુરુષ મોદીજી છે. જ્યારે મલ્લિકાને પૂછાયું કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિશે આપ શું વિચારો છો? તો મલ્લિકાએ જણાવ્યું - મને તેમાં કોઈ રસ નથી.

મર્ડર ગર્લ નાના પડદે
મર્ડર ગર્લ મલ્લિકા શેરાવતના બૉક્સ ઑફિસ રિપોર્ટ્સ બહુ ખરાબ ચાલે છે. એક હિટ ફિલ્મની ચાહતમાં મલ્લિકાએ ઘણી ફ્લૉપ ફિલ્મો આપી દીધી છે. નિષ્ફળતાથી ગભરાઈ મૅડમ હૉટ પ્રયાણ કરે છે ટેલીવિઝન તરફ.

મોદીને ગણાયા મોસ્ટ એલીજિબલ
શો માટે ઉદયપુર પહોંચેલા મલ્લિકા શેરાવતે બોલી નાંખ્યું કે તેમના માટે દેશના પરફેક્ટ બૅલચર કોઈ હોય, તો તે છે ગુજરાતના મુખ્યમંત્રી અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય નરેન્દ્ર મોદી. મલ્લિકાએ જણાવ્યું કે મોદીની વિચારસરણી નવી છે, તેઓ ક્રિએટિવ તથા પ્રોગ્રેસિવ વાતો કરે છે. તેઓ સ્માર્ટ છે, બુદ્ધિશાળી છે અને બહાદુર છે. તેથી મલ્લિકાના હિસાબે નરેન્દ્ર મોદી જ તેમના માટે પરફેક્ટ અને બેસ્ટ છે.

હૅપ્પી બર્થ ડે
મલ્લિકા શેરાવતે નરેન્દ્ર મોદીને તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ટીઆરપી વધારવાની યુક્તિ
આપણે અનેક વખત મતો માટે રાજકીય પક્ષોને બૉલીવુડને યૂઝ કરતા જોયા હતાં, પણ પહેલી વાર જોયું છે કે કોઈ બૉલીવુડ સેલિબ્રિટી આ રીતે કોઈ પૉલિટિકલ લીડરને યૂઝ કરી પોતાની પબ્લિસિટી કરતી હોય. લોકો કહે છે કે આ મલ્લિકાનો પબ્લિસિટી સ્ટંટ છે શોની ટીઆરપી વધારવા માટે.

રાહુલને રસહીન કહ્યાં
મલ્લિકા શેરાવત માત્ર નરેન્દ્ર મોદીના વખાણ કરત તો કંઈ વાંધો નહોતો, પણ તેમણે મોદીને માફક ગણાવવાની સાથે રાહુલ ગાંધીને રસહીન ઠેરવી દીધાં. તેમણે જણાવ્યું - મને તેમનામાં કોઈ રસ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
