મંડોલની બિજલીને મટરૂ આપી રહ્યો છે ટ્યુશન
મુંબઈ, 24 ડિસેમ્બર : યશરાજની મોટી શોધ અનુષ્કા શર્મા આજકાલ આમિર ખાનના ભાણિયા ઇમરાન ખાનની ફેવરિટ વિદ્યાર્થીની બની રહેલ છે અને કહેનારાં કહી રહ્યાં છે કે ઇમરાન ખાન તેમને એટલે કે અનુષ્કાને એક્ટિંગ ટિપ્સ આપી રહ્યાં છે કે જેથી અનુષ્કાએ ઇમરાનના મામા આમિર ખાન સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.

હકીકતમાં અનુષ્કાએ તાજેતરમાં જ આમિર ખાન સાથે એક ફિલ્મ સાઇન કરી છે. તેનું નામ છે પીકે. તેથી ઇમરાનને લાગે છે કે તેમના ફેવરિટ કો-સ્ટાર અનુષ્કાને આમિર સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે, તેથી અનુને તેઓ દરેક નાની-નાની બાબતથી વાકેફ કરાવી રહ્યાં છે. આંતરિક સૂત્રોનું કહેવું છે કે અનુષ્કા-ઇમરાન શુટિંગ બાદ કલાકો સુધી સાથે સમય ગાળે છે.
આપને જણાવી દઇએ કે ઇમરાન અને અનુષ્કા હાલ વિશાલ ભારદ્વાજની મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. પહેલી વાર અનુષ્કા સાથે કામ કરનાર ઇમરાન ખાને જણાવ્યું હતું કે અનુષ્કા એક ખૂબ જ સારી છોકરી છે. આજના દોરની સેક્સી અને સારી અભિનેત્રીઓમાં તેમની ગણતરી થાય છે. તેમની સાથે કામ કરતા મજા આવી. તેમણે ખૂબ જ ઓછા સમયમાં સારૂ કામ કર્યું છે અને હિટ ફિલ્મો આપી છે.
નોંધનીય છે કે આ અગાઉ ઇમરાન ખાને જણાવ્યું હતું કે મટરૂ કી બિજલી કા મંડોલાના એક સીનમાં તેમને અનુષ્કા સાથે લિપલૉપ સીન આપવાનુ હતું કે જે કરતી વખતે તેઓ ખૂબ નર્વસ થઈ ગયા હતાં. અનેક વાર રીટેક થયુ હતું. એ વાતમાં તો કોઈ શંકા નથી કે મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં અનુષ્કા ખૂબ હૉટ અંદાજમાં છે અને ઇમરાન સાથે તેમના અનેક ગરમાગરમ સીન્સ છે. વિશાલની આ ફિલ્મમાં પંકજ કપૂર અને શબાના આઝમી પણ છે અને ખાસ કૅરેક્ટર છે ગુલાબો ગાય કે જે માત્ર પંકજ કપૂરને જ દેખાય છે. ફિલ્મમાં ઇમરાન મટરૂ, બિજલી અનુષ્કા અને મંડોલા પંકજ કપૂર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
