Happy Birthday Kirron Kher: પત્નીના બર્થ ડે પર અનુપર ખેરે શેર કરી જુની તસવીર, પુત્ર વિશે પણ કહી આ વાત
લોકસભા સભ્ય અને પીઢ અભિનેત્રી કિરણ ખેર આજે પોતાનો 70મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના પતિ અનુપમ ખેરે સવારે તેમની પત્ની કિરણ ખેરને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. જો કે, આ પોસ્ટમાં અનુપમ ખેરે પોતાની સમસ્યા વિશે પણ જણાવ્
લોકસભા સભ્ય અને પીઢ અભિનેત્રી કિરણ ખેર આજે પોતાનો 70મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના પતિ અનુપમ ખેરે સવારે તેમની પત્ની કિરણ ખેરને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. જો કે, આ પોસ્ટમાં અનુપમ ખેરે પોતાની સમસ્યા વિશે પણ જણાવ્યું છે, જેનો ઉકેલ તે જલ્દીથી જલ્દી ઈચ્છે છે.

અનુપમ ખેરે શેર કરી જુની તસવીર
અનુપમ ખેરે આ પોસ્ટમાં જે મુસીબતની વાત કરી છે તે દરેક ઘરની અને માતા-પિતાની દિલની ઈચ્છા છે. તમને જણાવી દઈએ કે અનુપમ ખેરે કિરણ ખેર સાથે પોતાની જૂની અને નવી તસવીરો શેર કરી છે. આ સિવાય તેમણે આ પોસ્ટમાં પુત્ર સિકંદર ખેર સાથેનો ફોટો પણ મૂક્યો છે.

ભગવાને કિરણને બનાવી છે ખાસ
આ તસવીરો શેર કરતાં અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર લખ્યું, 'હેપ્પી બર્થડે માય ડિયરસ્ટ કિરણ. ભગવાન તમને વિશ્વની બધી ખુશીઓથી આશીર્વાદ આપે. તમે લાંબુ, સ્વસ્થ અને સુખી જીવન જીવો. તમારી જીંદગી કોઈ અડચણ વગર પસાર થાય. તમે ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી સ્પેશ્યસ વ્યક્તિ છો.

અનુપમ ખેરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
અનુપમ ખેરે લખ્યું, 'તમે આવા ઘણા વર્ષો સુધી ચંદીગઢના લોકોની સેવા કરતા રહો.' આ પછી અનુપમ ખેરે પોતાના ગંભીર શબ્દોને થોડો ફની ફીલ આપતા લખ્યું, 'ભગવાન સિકંદરના લગ્ન જલ્દી કરે.' આ પછી અનુપમ ખેરે ટેન્શનમાં દાંત પીસતી ઈમોજી પણ બનાવી છે. તેમણે લખ્યું કે આ મારી પ્રાર્થના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
