Anil kapoor in SAW : ‘એક્શન ફિલ્મો માટે યુવાન રહેવું પડે’
મુંબઈ, 7 એપ્રિલ : બૉલીવુડના જાણીતા અભિનેતા અનિલ કપૂરની ઉંમર ભલે થઈ ગઈ હોય, પરંતુ હજીય અનિલે યુવાન રહેવાની કોશિશ કરવી પડે છે, કારણ કે તેઓ આજે પણ એક્શન ફિલ્મો કરે છે.
અનિલ કપૂરનું કહેવું છે કે અગાઉ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં એક્શન સીન શૂટ કરવા પહોંચી જતાં, પરંતુ આજે જ્યારે તેમને એક્શન ફિલ્મોના શૂટિંગ કરતા અગાઉ સાવચેતી રાખવી પડે છે. જેમ કે તેઓ પોતાની ઊંઘ પૂરી કરે છે, ડાયેટ ઉપર ધ્યાન આપે છે અને સાથે પોતાના આરોગ્ય અંગે પણ પુરતું ધ્યાન આપે છે.
અનિલ કપૂરે તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - આજે હું યુવાન નથી રહ્યો. તેથી મારા માટે એક્શન સીન કરવા થોડાંક મુશ્કેલ થઈ રહ્યાં છે. તેથી જ મારે હવે શારીરિક રીતે વધુ ફિટ રહેવું પડશે. હવે મારા ઇજાગ્રસ્ત થવાની શક્યતાઓ પણ વધુ છે, કારણ કે આ ઉંમરે હાડકાં નબળા પડી જાય છે. મને હવે વધુ મહેનત દરમિયાન વધુ સાવચેતી રાખવાની જરૂર છે અને શૂટિંગ અગાઉ સારી ઊંઘ લેવી પણ જરૂરી છે. એક સમય હતો કે જ્યારે હું ઊંઘ પૂર્ણ કર્યા વગર એક્શન દૃશ્યો કરવા પહોંચી જતો હતો, પરંતુ આજે હું એવું નથી કરી શકતો.
તેમના તાજા એક્શન દૃશ્યો લોકોને શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે જ્હૉન અબ્રાહમ અને તુષાર કપૂર પણ છે, તો પ્રિયંકા ચોપરા અને સન્ની લિયોનના આયટમ સૉંગ્સ પણ લોકપ્રિય થયાં છે. આ તમામ ડ્રામા વચ્ચે પણ અનિલના એક્શન દૃશ્યો જોવા લાયક હશે.
આવો જોઇએ અનિલ કપૂરની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મની કેટલીક તસવીરો અને તેમના આરોગ્ય અંગે વધુ જાણીએ.

અનિલ એટ એસએડબ્લ્યૂ
એક વખત કૌન બનેગા કરોડપતિના સેટ ઉપર અમિતાભ બચ્ચને અનિલ કપૂરને સવાલ કર્યો હતો કે તેઓ આજે પણ આટલા યંગ કઈ રીતે દેખાય છે, તો અનિલ કપૂરે ફળોની ટોપલી સામે રાખી કહ્યુ હતું - સર આ ખાઈને.

અનિલ એટ એસએડબ્લ્યૂ
અનિલ કપૂરના આ જવાબથી સ્પષ્ટ છે કે તેમની ફિટનેસનો શ્રેય ફળોને આપી શકાય છે.

અનિલ એટ એસએડબ્લ્યૂ
અનિલ કપૂરની મહેનત અને તેમના વ્યાયામને પણ તેમના સદાબહાર યંગ લુક માટે જવાબદાર ગણી શકાય છે.

અનિલ એટ એસએડબ્લ્યૂ
અનિલ કપૂર તેઝાબથી લઈ તેઝ સુધી અનેક એક્શન ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે અને તેઓ હવે સંજય ગુપ્તાના દિગ્દર્શન હેઠળ બનતી શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં એક્શન દૃશ્યો સાથે લોકો સામે આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
