Pics : સોનમ પહેલાં રિયાને સાસરે વળાવશે અનિલ!
મુંબઈ, 29 જુલાઈ : સામાન્ય રીતે એવું થતું નથી, છતાં પણ ક્યારેક-ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થી જાય છે કે નાની બહેનના લગ્ન મોટી બહેન કરતાં પહેલા કરવાં પડે છે. જાણવા મળે છે કે અનિલ કપૂરના નાના દીકરી રિયા કપૂર આવતા માસે કરણ બુલાણી સાથે લગ્ન કરવાં જઈ રહ્યાં છે. રિયા સોનમ કપૂર કરતાં બે વરસ નાના છે, પણ છતાં તેમની પહેલા લગ્ન કરી સૅટલ થવાની તૈયારી કરી રહ્યાં છે.
રિયા અને કરણ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે અને બંનેના પરિવારો પણ આ લગ્ન માટે તૈયાર છે. રિયાએ લગ્નનો નિર્ણય કરી લીધો છો, પણ સોનમ કપૂર હજી લગ્ન અંગે નથી વિચારી શકતાં, કારણ કે લાંબા સંઘર્ષ બાદ સોનમનું બૉલીવુડ કૅરિયર પાટે આવ્યું છે. તાજેતરમાં જ તેમની રાંઝણા ફિલ્મ હિટ થઈ છે. તેવામાં તેઓ લગ્ન અંગે હાલ તો દૂર-દૂર સુધી વિચારી નથી શકતાં, પણ રિયા કપૂર અભિનેત્રી નથી. તેઓનું કામ દિગ્દર્શન સાથે જોડાયેલું છે કે જે લગ્ન બાદ પણ શક્ય છે. તેથી લગ્નનો તેમનો નિર્ણય યોગ્ય જ લાગે છે.
જોકે હાલ રિયા-કરણના લગ્નની ઔપચારિક જાહેરાત બંને પરિવારો નથી કરવાનાં. રિયાએ દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ આયશા બનાવી હતી કે જે 2010માં આવી હતી. આ ફિલ્મમાં કરણ સહાયક દિગ્દર્શક હતાં અને રિયાના મોટા બહેન સોનમ કપૂર અભિનેત્રી હતાં, પરંતુ આ ફિલ્મ સુપર ફ્લૉપ રહી હતી. બીજી બાજુ કરણ બુલાણી સાત હિન્દુસ્તાની દ્વારા દિગ્દર્શક તરીકે બૉલીવુડ કૅરિયર શરૂ કરવાનાં છે.
આવો તસવીરો સાથે જાણીએ રિયા કપૂર અંગે વધુ વિગતો :

આવતા માસે લગ્ન કરશે રિયા?
જાણવા મળે છે કે અનિલ કપૂરના નાના પુત્રી રિયા કપૂર આવતા મહીને કરણ બુલાણી સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.

લાંબા સમયથી ડેટિંગ
રિયા-કરણ લાંબા સમયથી ડેટિંગ કરે છે. બંનેના કુટુમ્બો પણ આ સંબંધ માટે સંમત છે.

સોનમના સાહેલી
સોનમ કપૂર કરતાં બે વરસ નાના રિયા સોનમના બહુ સારા મિત્ર પણ છે. સોનમ હાલ લગ્ન નહીં કરી શકે. તેથી રિયાએ લગ્ન અંગે નક્કી કરી લીધું.

રિયા બન્યાં દિગ્દર્શક
રિયાએ દિગ્દર્શક તરીકે 2010માં આયશા ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં સોનમ જ હીરોઇન હતાં, પરંતુ ફિલ્મ ફ્લૉપ રહી હતી.

શાનદાર ફૅશન ડિઝાઇનર
દિગ્દર્શક હોવાની સાથે રિયા સારા ફૅશન ડિઝાઇનર પણ છે. તેમણે પ્લેયર્સ ફિલ્મમાં સોનમ માટે ડ્રેસ ડિઝાઇન કર્યા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
