Pics : સ્ટિવન સાથે અમિતાભે વિતાવી રંગીન સાંજ
મુંબઈ, 12 માર્ચ : બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન છેલ્લાં કેટલાંક દિવસથી ખૂબ ઉત્સાહિત છે અને તેનું કારણ છે હૉલીવુડ એક્ટર સ્ટિવન સ્પીલબર્ગ સાથે તેમની મુલાકાત. અમિતાભ બચ્ચન છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહના શૂટિંગ માટે ભોપાલ હતાં. તેઓ ગઈકાલે મુંબઈ પરત ફર્યાં. અમિતાભે ગઈકાલની સાંજ હૉલીવુડ એક્ટર સ્ટિવન સ્પીલબર્ગ સાથે વિતાવી અને સાથે જ તેમની સાથે ફિલ્મો, સંબંધો અને ભાવિ યોજનાઓ અંગે ચર્ચા કરી.
અમિતાભ બચ્ચને ટ્વિટર વડે પોતાની આ મુલાકાતની તસવીરો પણ શૅર કરી છે. સ્ટિવન સાથે મીટિંગ બાદ અમિતાભે ટ્વિટ કર્યું - એક ખૂબસૂરત સાંજ મિસ્ટર સ્ટિવન સ્પીલબર્ગ સાથે. ફિલ્મો, સંબંધો, સ્ક્રિપ્ટ્સ તેમજ ભાવિ યોજનાઓ, તમામ મુદ્દે વાત થઈ. અમિતાભ બચ્ચને સ્ટિવનના વખાણ કરતાં ટ્વિટ કર્યું - ગેસ્ટ સાથેવાત કરતાં. સિંપલ, ઈમાનદાર અને બહેતરીન. આ સાંજના હોસ્ટ હતાં અનિલ અંબાણી અને ત્યાં ડ્રીમવર્ક્સના સીઈઓ તથા કો-ચૅરમૅન સ્ટૅકી સ્નીડર પણ હાજર હતાં. અમિતાભ બચ્ચને તમામની તસવીરો ટ્વિટ કરી છે. સ્ટિવન સ્પીલબર્ગ પોતાની ફિલ્મ અબ્રાહમ લિંકનની સફળતાની ઉજવણી કરવાં ભારત આવ્યા હતાં.
નોંધનીય છે કે અબ્રાહમ લિંકનને ઑસ્કારમાં અનેક ઍવૉર્ડ્સ મળ્યાં. ફિલ્મના એક્ટરને બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો. સાથે અન્ય કૅટેગરીઓમાં પણ અબ્રાહમ લિંકન ફિલ્મે ઍવૉર્ડ્સ જીત્યાં. સ્ટિવન-અમિતાભની આ મુલાકાત બાદ અનિલ અંબાણી દ્વારા સૌના માટે ડિનરનું પણ આયોજન કરાયું. અમિતાભે ટ્વિટ કર્યું - અને બધું ખતમ થઈ ગયું, તો એક શાંત અને બહેતરીન ડિનર અમારા ચારેય વચ્ચે. અમિતાભ બચ્ચનની આ તસવીરો પર અમિતાભના ફૅન્સે પણ અનેક કૉમેન્ટ્સ કર્યાં. સૌએ અમિતાભને અભિનંદન પાઠવ્યાં અને તેમના ઉજ્જ્વળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી.
જુઓ સ્ટિવન-અમિતાભની મુલાકાતની તસવીરો.

દો સિતારોં કા મિલન
બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન અને હૉલીવુડ એક્ટર સ્ટિવન સ્પીલબર્ગની ગઈકાલે મુંબઈ ખાતે મુલાકાત યોજાઈ.

દો સિતારોં કા મિલન
અનિલ અંબાણી દ્વારા આયોજિત આ મુલાકાતમાં સ્ટિવન તથા અમિતાભ ફિલ્મો, સ્ક્રિપ્ટ્સ તેમજ ભાવિ યોજનાઓ અંગે ચર્ચા કરતાં જણાય છે.

દો સિતારોં કા મિલન
દો સિતારોં કા મિલન થવાની માહિતી મળતાં ઉમટી પડ્યું મીડિયા.

દો સિતારોં કા મિલન
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો.

દો સિતારોં કા મિલન
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો સાથે સ્ટિવન અને અમિતાભ.

દો સિતારોં કા મિલન
અનિલ અંબાણી, સ્ટિવન તથા બિગ બી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
