IPL પૂરી થતાં અમિતાભ બચ્ચનના ફેન્સ થયા ખુશ, કેમ કે...
21 મે, 2017ના રોજ આઇપીએલની 10મી સિઝનની ફાઇનલ મેચ રમાઇ હતી, આ જ દિવસે અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમને 18 વર્ષ પૂરા થયા.
અમિતાભ બચ્ચનને પિતા અને પુત્રના ડબલ રોલમાં ચમકાવતી ફિલ્મ સૂર્યવંશમ આજથી 18 વર્ષ પહેલા રિલીઝ થઇ હતી. એ સમયે આ ફિલ્મ એટલી ફેમસ નહીં થઇ હોય, જેટલી આજે છે. ફિલ્મ બોક્સઓફિસ પર કંઇ ખાસ કમાલ નહોતી દેખાડી શકી, પરંતુ ટેલિવિઝન પર આ ફિલ્મ વારંવાર દેખાડવામાં આવે છે. નાના પડદે સૌથી વધુ વાર દેખાડવામાં આવતી ફિલ્મોમાંની એક છે અમિતાભની સૂર્યવંશમ.
આ પાછળનું કારણ છે કે, સેટ મેક્સ ચેનલે આ ફિલ્મના પ્રસારણના રાઇટ્સ 100 વર્ષ માટે ખરીદી લીધાં છે. પરંતુ સેટ મેક્સના દર્શકો આ ફિલ્મ જોઇ જોઇને કંટાળી ગયા છે, સોશિયલ મીડિયા પર આ ફિલ્મના અનેક મેમ્સ ફરતા થયા છે.
|
બિગ બીનું ટ્વીટ
સૂર્યવંશમ ફિલ્મને 18 વર્ષ પૂરા થતાં અમિતાભ બચ્ચને કંઇક આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું, "સૂર્યવંશમના 18 વર્ષ પૂર્ણ, ડાયનામિક સ્ટોરી..ફિલ્મ ટીવી પર ખૂબ દેખાડવામાં આવે છે..મને ઘણાં એવા લોકો મળે છે જેમને આ ફિલ્મ ખૂબ પસંદ પડી છે." જો કે, બિગ બીની આ ફિલ્મ જેમને પસંદ પડી છે, એ લોકો સોશિયલ મીડિયા પર ક્યાંય દેખાતા નથી.

સૂર્યવંશમ માટે આતુર
આઇપીએલના છેલ્લા દિવસે સોશિયલ મીડિયા પર કંઇક આ પ્રકારના ટ્વીટ જોવા મળ્યા હતા. 'બાય બાય આઇપીએલ, આખરે હવે હીરા ઠાકુરને ઝેરવાળી ખીર મળશે.' આ ફિલ્મમાં અમિતાભના એક પાત્રનું નામ હીરા ઠાકુર છે એ તો તમને યાદ જ હશે!
સન્માન આપો
સૂર્યવંશમના 18 વર્ષ પૂરા થતાં આ જોક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફિલ્મમાં અમિતાભનું પાત્ર હીરા ઠાકુર કમાણી માટે બસ ડ્રાઇવરનું કામ કરે છે. એના આધારે અહીં કહેવાયું છે, છેલ્લા 18 વર્ષથી બસ ચલાવતા આ વ્યક્તિને સન્માન મળવું જ જોઇએ.

1872થી આવે છે સૂર્યવંશમ
અમિતાભ બચ્ચનના જ ટ્વીટ પર એક મસ્તીખોર ટ્વીટર યૂઝરે ટ્વીટ કરતાં લખ્યું હતું, 'સૂર્યવંશમને માત્ર 18 વર્ષ પૂરા થયાં? પરંતુ સોની મેક્સ પર તો 1872થી આ ફિલ્મ આવે છે.' આ ફિલ્મ ટેલિવિઝન પર સૌથી વધુ વાર પ્રસારિત કરવામાં આવતી ફિલ્મોમાંની એક છે.
સૂર્યવંશમની હીરોપંતી
ફિલ્મ હીરોપંતીના ટાઇગર શ્રોફના ફેમસ ડાયલોગ પરથી આ મેમ બનાવવામાં આવ્યું છે. ફિલ્મમાં ટાઇગર કહે છે, 'હીરોપંતી...સબકો આતી નહીં, મેરી જાતી નહીં..' કોઇ ચેનલ પર નહીં, પરંતુ સેટ મેક્સ પર આ ફિલ્મ વારંવાર બતાવવામાં આવે છે.
ઐશ્વર્યાએ પણ ઉડાવી મજાક?
ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાના આ ફેમિલી ફોટોનું મેમ તો અત્યંત મજેદાર છે. ફિલ્મમાં અમિતાભનું નામ હીરા ઠાકુર છે, એ ફિલ્મ જોઇને આરાધ્યા પણ પોતાના દાદાને હવે હીરા ઠાકુર કહેવા લાગી છે.

જયા બચ્ચન
એક યૂઝરે ટ્વીટ કરતાં લખ્યું હતું, સૂર્યવંશમનો એવો આતંક છવાયો છે કે હવે તો જયા બચ્ચનને પણ લાગવા માંડ્યું છે કે અભિષેકનો એક મોટો ભાઇ છે, જેનું નામ હીરા ઠાકુર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
