Trailer/Pics : આ ભૂત ડાન્સ પણ કરે છે... વોટ પણ માંગે છે!
મુંબઈ, 26 ફેબ્રુઆરી : હા જી, અમે વાત કરી રહ્યાં છીએ અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ભૂતનાથ રિટરન્સની. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં એવા ભૂત વિશે દર્શાવાયું છે કે જેનાથી લોકો ડરતા નથી. તે લોકો સાથે ડાન્સ કરે છે, ઉઠે છે-બેસે છે-રમે છે અને સૌથી રસપ્રદ એ કે પછીથી આ ભૂત રાજકારણમાં રસ લેતા એક ભ્રષ્ટ રાજકારણી (બોમન ઈરાની) વિરુદ્ધ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર પણ દાખલ કરે છે.
આ ભૂત પોતાના મિત્ર અને ચાઇલ્ડ એક્ટર પાર્થ ભલેરાવની મદદથી લોકો પાસે ચૂંટણી માટે વોટ માંગે છે અને ચૂંટણી પ્રચાર કરે છે. આ ભૂત તેવા લોકોને અપીલ પણ કરે છે કે જે તેને જોઈ નથી શકતાં. નીતેશ તિવારી દિગ્દર્શિત ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મમાં રણબીર કપૂર તથા બોમન ઈરાની પણ નજરે પડશે. આ અગાઉ બોમન-અમિતાભે 2005માં આવેલી વક્ત ધ રેસ અગેંસ્ટ ટાઇમ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું.
ચાલો જોઇએ ફિલ્મની અને ટ્રેલર લૉન્ચિંગની તસવીરો અને બતાવીએ ટ્રેલર પણ:

પોસ્ટર રિલીઝ
ભૂતનાથ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.

વોટ માંગતો ભૂત
પોસ્ટરમાં અમિતાભ બચ્ચન વોટ માંગતા નજરે પડે છે.

પાર્થની મદદથી પ્રચાર
આ ભૂત પોતાના મિત્ર અને ચાઇલ્ડ એક્ટર પાર્થ ભલેરાવની મદદથી લોકો પાસે ચૂંટણી માટે વોટ માંગે છે અને ચૂંટણી પ્રચાર કરે છે.

શાહરુખ-રણબીર કૅમિયો
ભૂતનાથની સિક્વલ ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મમાં શાહરુખ ખાન તથા રણબીર કપૂર કૅમિયો કરતાં નજરે પડશે. ભૂતનાથમાં શાહરુખ ખાન અને જુહી ચાવલા પણ હતાં.

11મી એપ્રિલે રિલીઝ
ભૂતનાથ રિટર્ન્સ 11મી એપ્રિલે રિલીઝ થવાની છે.

ટ્રેલર લૉન્ચિંગે ટીમ હાજર
ગઈકાલે ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું કે જેમાં અમિતાભ બચ્ચન સહિત ફિલ્મની આખી ટીમ હાજર હતી.

કૉમેડીનો વધુ ડોઝ
ફિલ્મનું ટ્રેલર જોતા લાગે છે કે આ વખતે અમિતાભ દર્શકોને ગત વખત કરતા કૉમેડીનો વધુ ડોઝ આપવનાં છે.

ભૂતની ખેંચતા બાળકો
ટ્રેલરમાં અમિતાભ બાળકોને ભય પમાડવાનો પ્રયત્ન કરે છે, પણ બાળકો તેમનાથી ભયભીત ન થતાં તેમની ખેંચી રહ્યાં છે.

હસાતવું ટ્રેલર
ભૂતનાથ રિટર્ન્સના ટ્રેલરના દરેક દૃશ્યમાં કૉમેડી છે અને લોકો ટ્રેલર જોઈ હસશે જરૂર.

પાર્ટી તો બનતી હૈ...
ટ્રેલરમાં અમિતાભ બચ્ચન પાર્ટી તો બનતી હૈ... ગીત પર બાળકો સાથે ડાન્સ કરતાં નજરે પડે છે.

મીકાનો અવાજ
પાર્ટી તો બનતી હૈ... ગીતને મીકા સિંહે અવાજ આપ્યો છે.

હની પણ જોડાશે
ભૂતનાથ રિટર્ન્સનું એક ગીત હની સિંહના અવાજમાં પણ રેકૉર્ડ થવાનું છે.

બોમનની નાનકડી ઝલક
ટ્રેલરમાં અમિતાભ ઉપરાંત બોમન ઈરાનીને પણ દર્શાવાયાં છે. બોમનને વધુ નથી દર્શાવાયાં. તેમની નાનકડી ઝલક જ છે.

ભૂષણ-અભય-નીતેશની તિકડી
ભૂતનાથ રિટર્ન્સને ભૂષણ કુમાર તથા અભય ચોપરા મળી પ્રોડ્યુસ કરી રહ્યાં છે, જ્યારે નીતેશ તિવારી તેના દિગ્દર્શક છે. ભૂતનાથ રિટર્ન્સમાં મ્યુઝિક વિશાલ-શેખર તથા સલીમ-સુલેમાનનું છે.

મ્યુઝિક વિશાલ-શેખર તથા સલીમ-સુલેમાન
ભૂતનાથ રિટર્ન્સમાં મ્યુઝિક વિશાલ-શેખર તથા સલીમ-સુલેમાનનું છે.
માણો ભૂતનાથ રિટર્ન્સનું ટ્રેલર
માણો ભૂતનાથ રિટર્ન્સનું ટ્રેલર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
