Pics : આરાધ્યા બોલી હૅપ્પી બર્થ ડે, તો સચિન પણ સાંભર્યાં
મુંબઈ, 11 ઑક્ટોબર : સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આજે તેમના 71મા જન્મ દિવસે મીડિયા સાથે સંવાદ કર્યો. અમિતાભ બચ્ચન તેમના જન્મ દિવસે તેમની રાહ જોતા ફૅન્સ વચ્ચે જનક ઑફિસે પહોંચ્યાં. ત્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી. આ પ્રસંગે સેકડોની સંખ્યામાં તેમના ફ્રન્સ હાજર હતાં. અમિતાભને સૌનો આભાર વ્યક્ત કર્યો. લોકોએ અમિતાભ માટે હૅપ્પી બર્થ ડે સૉંગ ગાયું. અમિતાભ બોલ્યાં - આપ સૌના પ્રેમ અને સ્નેહ બદલ બેહદ આભારી છું.
આ પ્રેસ કૉન્ફરંસની ખાસ વાત એ હતી કે તેમાં ઉર્જા ફાઉન્ડેશનના લોકો પણ હાજર હતાં કે જેઓ અમિતાભના પિતા કવિ હરિવંશરાય બચ્ચનના ટ્રસ્ટ સાથે જોડાઈ ભારતના 3000 ગામડાઓમાં વિજળી પહોંચાડશે. અમિતાભે જણાવ્યું કે આ શુભ કાર્યની શરુઆત આજના દિવસથી થઈ રહી છે. મારા માટે તેનાથી વધુ સારી બાબત કઈ હોઈ શકે.
અમિતાભે જણાવ્યું કે આ વખતનો જન્મ દિવસ મારા માટે વધુ એક બાબતે ખાસ છે, કારણ ઐશ્વર્યાએ આરાધ્યાને હૅપ્પી બર્થ ડે બોલતા શીખવાડ્યું અને આરાધ્યાએ તે ગાવાની કોશિશ કરી. જન્મ દિવસ ઉજવણી સંબંધી સવાલના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું - જ્યાં જયા લઈ જશે, ત્યાં જતો રહીશ. અભિષેક બચ્ચન પણ હજી હમણા જ ન્યુયૉર્ક ખાતેથી મુંબઈ પહોંચ્યા છે. સલમાન સાથેની મુલાકાત અંગે બિગ બીએ જણાવ્યું કે હું ત્યાં શૂટિંગ કરવા ગયો હતો અને બાજુ વાળા સેટ ઉપર સલમાન ખાન હતા. તેથી મળવા પહોંચી ગયો અને હાલચાલ પૂછી લીધું.
આવો પ્રેસ કૉન્ફરંસની તસવીરો સાથે જોઇએ વધુમાં શું કહ્યું અમિતાભે :

102 નોટ આઉટ
અમિતાભે જણાવ્યું - મારી આગામી ફિલ્મ 102 નોટ આઉટ છે.

પરેશ રાવલ સાથે
102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચન પરેશ રાવલ સાથે કામ કરી રહ્યાં છે અને તેના દિગ્દર્શક રમેશ શુક્લા છે.

વેલકમ બૅકમાં નથી
અમિતાભે જણાવ્યું કે તેઓ વેલકમ બૅક ફિલ્મમાં નથી. અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે વેલકમની સિક્વલ વેલકમ બૅકમાં અમિતાભ ફિરોઝ ખાનનો રોલ કરશે.

સચિનને યાદ કર્યાં
અમિતાભે આ પ્રસંગે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સચિન તેંડુલકરને પણ યાદ કર્યાં. સચિન વગર ક્રિકેટ જેવું મુશ્કેલ થઈ જશે.

સૌનો આભાર
અમિતાભે ફરી એક વાર લોકોના સ્નેહ અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
