કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલને હિન્દીમાં સંબોધતાં અમિતાભ
મુંબઈ, 16 મે : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન માટે આંતરરાષ્ટ્રીય કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સમારંભનું ઉદ્ઘાટન કરવું ઐતિહાસિક ક્ષણ રહી. સમારંભમાં ધ ગ્રેટ ગૅટ્સબાય ફિલ્મના સહ-સલાહકાર લિયોનાર્ડો ડિકૅપ્રિયો સાથે ઉપસ્થિત બચ્ચને આ પ્રસંગે હાજર લોકોને પોતાની માતૃભાષા હિન્દીમાં સંબોધિત કરી આ પ્રસંગને વધુ ખાસ બનાવી દીધું.

અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર લખ્યું - કૅન્સમાં પૂર્ણત્વે બહારના કે વિદેશી તરીકે ઓળખાવાના કારણે એક ભારતીય તરીકે પોતાની ઉપસ્થિતિ નોંધાવવી મારા માટે મોટા ગૌરવની બાબત હતી. કૅન્સમાં પણ ભારતીય સિનેમાની 100મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે, તેથી એવામાં પોતાની માતૃભાષા હિન્દીમાં સમારંભને સમ્બોધિત કરવું મારા માટે મહત્વનુ હતું.
તેમણે લખ્યું - આ ચોક્કસ રીતે જ મારા માટે એક ઐતિહાસિક ક્ષણ હતી, પણ ભારતીય ફિલ્મ જગત માટે આ અનેકગણું વધુ ઐતિહાસિક અને સન્માનજનક હતું. મને ભારતીય ફિલ્મ બિરાદરી ઉપર ગૌરવ છે અને હંમેશા રહેશે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અમને જે સન્માન અપાયું, તે સાચે જ અદ્ભુત હતું. સમારંભમાં અચાનક લિયોનાર્ડો તથા મને ઉદ્ઘાટન કરવા માટે મંચ ઉપર બોલાવાયાં અને કાર્યક્રમમાં હાજર લોકોએ તાળીઓના ગળગળાટ સાથે અમને વધાવ્યાં. એવું લાગતું હતું કે જેમ કે હું કોઈ રાજા-મહારાજ હોઉં. આ ખૂબ જ લાગણીસભર કરી નાંખતી ક્ષણ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
