કમાલની ખૂબસૂરતી સાથે ભણવામાં પણ અવ્વલ રહી છે આ બોલિવૂડ હસીનાઓ, લિસ્ટમાં દિશાથી લઈને કૃતિ સેનનના નામ
સામાન્ય રીતે બોલિવૂડની બોલ્ડ હસીનાઓની વાત આવે એટલે તેમની ફિલ્મો અને ખૂબસૂરતીની જ ચર્ચા થાય. લોકો તેમના એજ્યુકેશન વિશે વધારે કંઈ જાણતા નથી હોતા.
તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ તેમની ખૂબસૂરતી જેમ જ ભણવામાં પણ અવ્વલ રહી છે. આજે આપણે બોલિવૂડની આવી જ અભિનેત્રીઓની વાત કરવાના છીએ.

દિશા પટણી
દિશા પટણી બોલીવુડની મોસ્ટ ફેમસ એન્ડ બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં છવાયેલી દિશા પટણીના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણીએ લખનૌની એમિટી યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.
તાપસી પન્નુ
તાપસી પન્નુએ પોતાના અભિનયથી બોલિવૂડમાં ડંકો વગાડ્યો છે. તાપસી પન્નુએ નવી દિલ્હીના ગુરુ તેગ બહાદુર ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે.
પ્રીતિ ઝિન્ટા
બોલિવૂડની ડિમ્પલ ગર્લ અને સફળ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા આજે ફિલ્મી દુનિયાથી દુર છે પરંતુ તેની ટીમ સાથે આઈપીએલમાં ચીયર કરતી જોવા મળી શકે છે. તેણી તેની સુંદરતા જ નહીં પરંતુ તેના અભ્યાસ માટે પણ પસંદ કરવામાં આવે છે. તેણીએ ક્રિમિનલ સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યું છે.
પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા ફિલ્મો સાથે સાથે સંગીતમાં પણ સારી પકડ ધરાવે છે. તેણીએ ટોપ લેવલનો અભ્યાસ કર્યો છે. તેણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમીમાં 3 ડિગ્રી મેળવી છે.
કૃતિ સેનન
કૃતિ સેનન બોલિવૂડની ટોચની અભિનેત્રી છે અને 10 વર્ષથી કામ કરી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેણીએ જેપી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નોઈડામાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
