રેપના આરોપો પછી બીમાર થયા આલોકનાથ, મીડિયા સામે નહીં આવે
સંસ્કારી બાબુજી આલોકનાથ પર એક પછી એક નવા આરોપો લાગી રહ્યા છે.
સંસ્કારી બાબુજી આલોકનાથ પર એક પછી એક નવા આરોપો લાગી રહ્યા છે. વીટા નંદા ઘ્વારા લગાવવામાં આવેલા રેપના આરોપ પછી હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર સાથે સાથે, હવે અભિનેત્રી સંધ્યા મૃદુલ ઘ્વારા પણ આલોકનાથ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ આરોપો પછી અલોકનાથની છબી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. ખબર આવી રહી છે કે આ આરોપો પછી આલોકનાથ ખુબ જ બીમાર થઇ ગયા છે, જેને કારણે તેઓ મીડિયા સામે નથી આવી રહ્યા. આ વાતની જાણકારી અલોકનાથના વકીલ ઘ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: આલોકનાથ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા અને મને જબરજસ્તી પકડી લીધી: હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર

ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો
પોતાની પોસ્ટમાં વિંટાએ ઉલ્લેખ કર્યો છે કે તેમની પત્ની મારી સારી દોસ્ત હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા. એક વાર તેમના ઘરે પાર્ટીમાં અમે બધાએ દારૂ પીધો. અમે ફિલ્મી દુનિયાની વ્યક્તિઓ છે તો દારૂ પીવો અસામાન્ય વાત નહોતી. મોડી રાત થઈ જતા બધા પોતાના ઘરે જતા રહ્યા. હું પણ ચાલીને નીકળી પડી. રસ્તામાં આ વ્યક્તિ આવ્યો. તેણે મને કારમાં બેસવા કહ્યુ. મે તેના પર ભરોસો કર્યો અને હું બેસી ગઈ. મને કંઈ સમજાતુ નહોતુ. બધુ ધૂંધળુ દેખાતુ હતુ. ત્યારબાદ મારા પર બળાત્કાર કરવામાં આવ્યો.

હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર
હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર જણાવ્યું કે જેવી કે આલોકનાથ પાસે કોસ્ટ્યૂમ લઈને પહોંચી ત્યારે આલોકનાથ તેની સામે જ પોતાના કપડાં ખોલવા લાગ્યા, જયારે પીડિતા ઝડપથી રૂમની બહાર ભાગવા લાગી ત્યારે અલોકનાથે તેનો હાથ પકડીને તેની સાથે બળજબરી કરવાની કોશિશ કરી. આ ઘટના હમ સાથ સાથે હૈ ફિલ્મના શૂટિંગના છેલ્લા શેડ્યુલની છે. પીડિતા પોતાનું નામ બહાર આવે એવું નથી ઇચ્છતી.

સંધ્યા મૃદુલ
એટલું જ નહીં પરંતુ સંધ્યા મૃદલ ઘ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આલોકનાથ દારૂના નશામાં તેના રૂમમાં ઘૂસી આવ્યા અને તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. આ સમયે MeToo કેમ્પેઇને ઘણા લોકોની કાળી કરતૂતો ખોલી નાખી છે.

આલોકનાથની સફાઈ
એક ચેનલ સાથે વાત કરતા અલોકનાથે જણાવ્યું કે આ આરોપોને તેઓ ખોટા છે, તેવું નથી કહી રહ્યા અને એવું પણ નથી કે તેમને આ બધું કર્યું છે. અલોકનાથે કહ્યું કે રેપ થયો હશે પરંતુ તે રેપ બીજા કોઈએ કર્યો હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
