આલિયા પહેલી નથી, આટલી બધી હસીનાઓને ડેટ કરી ચુક્યો છે રણબીર કપૂર!
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી બોલિવૂડની સૌથી ફેમસ જોડીઓમાંથી એક છે. જો કે રણબીર કપૂરની લાઈફમાં પહેલેથી જ આલિયા હતી એવુ બિલકુલ નથી.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી બોલિવૂડની સૌથી ફેમસ જોડીઓમાંથી એક છે. જો કે રણબીર કપૂરની લાઈફમાં પહેલેથી જ આલિયા હતી એવુ બિલકુલ નથી. રણબીર કપૂર બોલિવૂડનો એ સ્ટાર છે જેનુ નામ એક નહીં પરંતુ ઘણી બધી યુવતીઓ સાથે જોડાઈ ચુક્યુ છે.

અવંતિકા મલિક
બોલીવુડ એન્ટ્રી પહેલા જ રણબીર કપૂરનું નામ અભિનેત્રીઓ સાથે જોડાવા લાગ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરે એક સમયે અવંતિકા મલિકને ડેટ કરી હતી. પરંતુ આ બંનેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બ્રેકઅપ થઈ ગયું.

એન્જેલા જોન્સન
રણબીર કપૂરનું નામ અભિનેત્રીઓ સિવાય મોડલ્સ સાથે પણ જોડાયું હતું. ચેન્નાઈ સ્થિત મોડલ એન્જેલા કિંગફિશરની કેલેન્ડર ગર્લ હતી, જે દરમિયાન તેની મુલાકાત રણબીર કપૂર સાથે થઈ હતી. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા.

કેટરીના કૈફ
કેટરિના કૈફ અને રણબીર કપૂરના અફેરના સમાચાર સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 2009માં બંનેએ હિટ રોમેન્ટિક કોમેડી ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરી લીધા.

અમીષા પટેલ
કેટરીના કૈફ સાથેના બ્રેકઅપ બાદ રણબીરનું નામ અભિનેત્રી અમીષા પટેલ સાથે જોડાયુ. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. અમીષા રણધીર કપૂરની બર્થડે પાર્ટીમાં પહોંચી ત્યારે બન્નેના અફેરના સમાચાર બોલિવૂડમાં ફેલાયા હતા. આ પાર્ટીમાં માત્ર અમીષા જ પરિવાર બહારની હતી.

નરગીસ ફખરી
રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં કામ કરનાર અભિનેત્રી નરગીસ ફખરીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમના અફેરના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતા. આ બંનેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

દીપિકા પાદુકોણ
બોલિવૂડની સૌથી ચર્ચિત અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના અફેરના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા. એવું માનવામાં આવતું હતું કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને પહેલીવાર સિદ્ધાર્થ આનંદની 2008માં આવેલી ફિલ્મ બચના એ હસીનોના સેટ પર મળ્યા હતા અને ત્યારથી તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. રિપોર્ટ અનુસાર, રણબીર કપૂરે દીપિકા સાથે છેતરપિંડી કરી હતી.

નંદિતા મહતાની
રણબીર કપૂરનું નામ નંદિતા મહતાની સાથે પણ જોડાયું હતું. નંદિતા બોલિવૂડ અભિનેત્રી નથી પણ ફેશન ડિઝાઈનર છે. તમને જણાવી દઈએ કે નંદિતા મહતાની રણબીર કપૂર કરતા 10 વર્ષ મોટી છે. રણબીર કપૂરના આ અફેરે બધાને ચોંકાવી દીધા હતા.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂરના અફેરના સમાચાર પણ ફેલાયા હતા. બન્ને અંજાના-અંજાનીના સેટ પર મળ્યા હતા. બંનેને લોકોએ ફિલ્મમાં ખૂબ પસંદ કર્યા હતા. જો કે થોડા દિવસો પછી બંને અલગ થઈ ગયા.

સોનમ કપૂર
સોનમ કપૂરનું નામ પણ રણબીર કપૂર સાથે જોડાઈ ચૂક્યું છે. બંનેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયામાં સાથે કામ કર્યું હતું. કહેવાય છે કે આ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ લોકોને સોનમ અને રણબીરની જોડી પસંદ ન આવી.

માહિરા ખાન
રણબીર કપૂરનું બોલિવૂડ ઉપરાંત વિદેશી અભિનેત્રીઓ સાથે પણ અફેર રહ્યું છે. તેનું નામ પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સાથે પણ જોડાયું હતું. બંને ન્યૂયોર્કમાં સાથે જોવા મળ્યા હતા. ત્યાંની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

શ્રુતિ હાસન
શ્રુતિ હસન અને રણબીર કપૂર ફિલ્મમાં સાથે જોવા મળ્યા ન હતા પરંતુ એક એડમાં જોવા મળ્યા હતા, ત્યારથી આ કથિત અફેરના સમાચારો ચર્ચામાં આવ્યા હતા. જો કે, આ અફેર વિશે વધુ બહાર આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
