‘SONAKSHAY’ Effects : ટ્વિંકલે ખેલાડીને ચેતવ્યો, સોના સાથે બંધ કરો ફિલ્મો!
મુંબઈ, 2 જુલાઈ : ફરી એક વાર ક્યાંક બૉલીવુડમાં વધુ એક વસેલો સંસાર ઉજડી ન જાય... તેથી અત્યારથી જ સાવચેત થવા માટે કહી દેવાયું છે. જાણવા મળે છે કે અક્ષય કુમારના પત્ની ટ્વિંકલ ખન્ના આજકાલ બહુ ભયભીત છે. કારણ છે સોનાક્ષી સિન્હા કે જેમની સાથે અક્ષય કુમારની ઑનસ્ક્રીન કેમેસ્ટ્રી તો લોકો જોઈ જ રહ્યાં છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી હૉલીડે ફિલ્મની સફળતાએ સોનાક્ષયની કેમેસ્ટ્રી-બાયલૉજીને વધુ બહેતરીન સાબિત કરી આપી છે.
પરંતુ જાણવા મળે છે કે અક્ષય-સોનાક્ષીની મૈત્રી ટ્વિંકલ ખન્નાને ગમી નથી રહી. તેથી જ સાંભળવા મળે છે કે અક્ષયના પત્ની ટ્વિંકલે પતિ અક્ષયને ફરમાન જારી કર્યો છે કે તેઓ સોનાક્ષીથી અંતર જાળવી રાખે અને શક્ય હોય તો સોનાક્ષી સાથે ફિલ્મો કરવાનું બંધ કરી દે.
નોંધનીય છે કે સોનાક્ષય અત્યાર સુધી સાત વખત સ્ક્રીન શૅર કરી ચુક્યાં છે કે જેમાં ચાર ફિલ્મોમાં બંને લીડ રોલમાં હતાં, જ્યારે એક એડ ફિલ્મમાં પણ બંને સાથે દેખાય છે. બંનેની જોડીને દર્શકો પસંદ પણ કરી રહ્યાં છે અને તેથી જ નિર્માતા-દિગ્દર્શકો પણ સોનાક્ષયને સતત સાઇન કરી રહ્યાં છે.
જોકે આ કોઈ પહેલી વખત નથી કે જ્યારે ટ્વિંકલ તરફથી અક્ષય માટે આવો તુઘલકી આદેશ નિકળ્યો હોય. ટ્વિંકલ પોતાના પતિના આશિકીમિજાજથી વાકેફ છે અને તેથી જ તેમણે આ અગાઉ અક્ષય કુમારને પ્રિયંકા ચોપરા તથા કૅટરીના કૈફ સાથે કામ કરતા પણ રોક્યા હતાં, કારણ કે અક્ષય પ્રિયંકા-કૅટ બંને સાથે ખૂબ જ ફ્રેન્ડ્લી અને ક્લોઝ થતા જઈ રહ્યા હતાં.
ચાલો હાલ તો આપને બતાવીએ ટ્વિંકલ ખન્નાનું સોનાક્ષય અંગે સાવચેત થવાનું કારણ :

રાઉડી રાઠોડ
સોનાક્ષયની પ્રથમ ફિલ્મ રાઉડી રાઠોડ હતી. સલમાન ખાન સાથે દબંગ જેવી હિટ ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી અંગે લાગતુ હતું કે તેઓ સલમાન સાથે જ હિટ થઈ શકશે, પરંતુ અક્ષય સાથે પ્રથમ જ ફિલ્મ હિટ રહી હતી અને આ જોડી ચાલી નિકળી હતી.

ઓએમજી
રાઉડી રાઠોડ પછી આ બંને ઓહ માય ગૉડમાં દેખાયાં, પરંતુ ઓએમજીને આપણે સોનાક્ષયની ફિલ્મ ન કહી શકીએ, કારણ કે તેમાં સોનાક્ષી સિન્હાએ માત્ર આયટમ સૉંગ કર્યુ હતું.

જોકર
રાઉડી રાઠોડની સફળતા પછી લોકોને લાગ્યુ હતું કે આ જોડી ફિલ્મને હિટ કરાવી શકે છે અને ફરાહ ખાને સોનાક્ષયને લઈ જોકર ફિલ્મ બનાવી, પરંતુ કોઈ પણ કારણસર આ ફિલ્મ નિષ્ફળ નિવડી હતી.

વન્સ અપૉન...
સોનાક્ષયની આ જોડી વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારામાં પુનઃ આવી હતી. વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની આ સિક્વલમાં અક્ષય કુમાર અને ઇમરાન ખાન છે. જોકે સોનાક્ષી સિન્હા ઇમરાન ખાનના હીરોઇન હતાં.

બૉસ
બૉસ ફિલ્મમાં પણ સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારે પાર્ટી ઑલનાઇટ... ગીત દરમિયાન સ્ક્રીન શૅર કરી. હની સિંહનું આ ગીત લોકપ્રિય થયું અને તેમાં સોનાક્ષયનો પણ મોટો ફાળો રહ્યો. સોનાક્ષયે આ ફિલ્મમાં હર કિસી કો નહીં મિલતા... ગીતમાં પણ સ્ક્રીન શૅર કરી હતી.

હૉલીડે
સોનાક્ષય એટલે કે સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારની જોડીની છઠી ફિલ્મ હૉલીડે તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને હિટ પણ રહી છે. ફિલ્મના શૂટિંગ અને પછી પ્રમોશન દરમિયાન પણ સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમાર ખૂબ જ નિકટ જણાયા.

સાવચેત ટ્વિંકલ
અક્ષય કુમાર દ્વારા સોનાક્ષી સિન્હા સાથે વધુમાં વધુ ફિલ્મો કરાતાં અને તે દરમિયાન બંનેની વધતી નિકટતાઓના કારણે જ ટ્વિંકલ ખન્ના સાવચેત થઈ ગયાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
