Interesting : યે પબ્લિક હૈ... ખિલાડીને પણ જોકર બનાવી ગોથુ ખવડાવી દે...
મુંબઈ, 24 જુલાઈ : અભિનેતા અક્ષય કુમાર બૉલીવુડમાં એક્શન હીરો અને ખિલાડી તરીકે જાણીતા છે. અક્ષય કુમાર ખિલાડી તરીકે એટલા માટે સ્થાપિત થયા છે, કારણ કે તેમની પહેલી હિટ ફિલ્મનુ નામ ખિલાડી હતું અને તે પછી તેમણે મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, ઇંટરનેશનલ ખિલાડી, સબસે બડા ખિલાડી, મૈં ખિલાડી તૂ અનાડી, ખિલાડી 786, ખિલાડી 420 અને ખિલાડિયોં કા ખિલાડી જેવી ખિલાડી ટૅગ ધરાવતી ફિલ્મો કરી.
ખિલાડી નામ ધરાવતી અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મો સફળ રહી છે અને કોઈ પણ ખેલાડીએ ખાસકરીને મનોરંજન જગત સાથે જોડાયેલા ખેલાડીએ એ વાત નહીં ભૂલવી જોઇએ કે તેને ખેલાડી બનાવનાર આખરે તો પબ્લિક જ છે. આ ઑડિયંસ જેની ઉપર ફિદા થઈ જાય, તે ખેલાડી બની જ જાય છે અને જો પબ્લિક રિસાઈ જાય, તો સારા એવા ખિલાડીને પણ બિલાડી બનતા વાર નથી લાગતી.
અક્ષય કુમાર સાથે પણ ઑડિયંસે આવુ એક વાર નહીં, અનેક વાર કર્યું છે. અક્ષય કુમારે બૉલીવુડને ખિલાડી ટૅગ સિવાયની પણ અનેક સફળ ફિલ્મો આપી છે, પરંતુ આ ઑડિયંસે આ ખિલાડીની અનેક ફિલ્મોને ભારોભાર રિજેક્ટ પણ કરી છે. ચાલો જોઇએ અક્ષયની Flop ફિલ્મો :

હમકો દીવાના કર ગયે
આ ફિલ્મ એક રોમાંટિક ડ્રામા હતી કે જેમાં અક્ષય કુમાર કૅટરીના કૈફ તથા બિપાશા બાસુ સાથે રોમાંસ કરતા નજરે પડ્યા હતાં. રાજ કંવર દિગ્દર્શિત તથા ભૂષણ કુમાર નિર્મિત હમકો દીવાના કર ગયે ફિલ્મ 2005માં રિલીઝ થઈ હતી કે જે ફ્લૉપ રહી હતી.

ફૅમિલી
અક્ષય કુમારે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શૅર કરી હતી. રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફૅમિલી ફિલ્મને ટીકાકારો તરફથી મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો, પરંતુ તે દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ નિવડી હતી.

બ્લ્યુ
આ ફિલ્મ અન્ડરવૉટર જીવન પર આધારિત થ્રિલર ફિલ્મ હતી. બ્લ્યુ બૉલીવુડની મોસ્ટ એક્સપેંસિવ ફિલ્મ હતી. અક્ષયે સંજય દત્ત, ઝાયેદ ખાન અને લારા દત્તા સાથે સ્ક્રીન શૅર કરી હતી. 2009માં દીવાળીએ રિલીઝ થયેલી બ્લ્યુ ફિલ્મ બૉક્સ ઑફિસે ફ્લૉપ નિવડી હતી.

ચાંદની ચૌક ટુ ચાઇના
આ અક્ષય કુમારના કૅરિયરની બહુચર્ચિત ફિલ્મ હતી. ખિલાડી કુમારે આ ફિલ્મમાં પોતાનું માર્શલ આર્ટ કૌશલ્ય દાખવ્યુ હતું. દીપિકા પાદુકોણે સાથેની અક્ષયની પહેલી ફિલ્મ ફ્લૉપ રહી હતી.

એક્શન રિપ્લે
આ સાઇંસ-ફિક્શન રોમાંટિક ફિલ્મ હતી કે જેમાં અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાય બચ્ચન લીડ રોલમાં હતાં. અક્ષયને માત્ર તેમના અભિનય અંગે નેગેટિવ કૉમેંટ નહોતી મળી, પણ તેમના લુક્સ પણ અનઇમ્પ્રેસિવ હતાં.

પટિયાલા હાઉસ
અક્ષય કુમારે આ ફિલ્મમાં એક એસ્પાયરિંગ ક્રિકેટરનો રોલ કર્યો હતો કે જે લંડનમાં ફૅમિલી સાથે રહે છે, પરંતુ તેનું ઇંગ્લિશ ક્રિકેટ ટીમ માટે રમવાનું સ્વપ્ન રગદોળાઈ જાય છે કે જ્યારે તેના પિતા તેને રમવાની મંજૂરી નથી આપતાં. અક્ષયના રીયલ લાઇફ સાસુ અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ ફિલ્મમાં અક્ષયના માતાનો રોલ કર્યો હતો. અક્ષય-ડિમ્પલની આ પહેલી ફિલ્મ હતી.

જોકર
શિરીષ કુંદર દિગ્દર્શિત જોકર ફિલ્મમાં અક્ષય કુમાર હાલના ફૅવરિટ જોડીદાર સોનાક્ષી સિન્હા સાથે આ ફિલ્મમાં હતાં. જોકર પણ સાયંસ-ફિક્શન આધારિત કૉમેડી ફિલ્મ હતી કે જેમાં અક્ષયે સાઇંટિસ્ટનો રોલ કર્યો હતો. ક્રિટિક્સ તરફથી જોકરને મિશ્ર પ્રત્યાઘાત સાંપડ્યા હતાં, પરંતુ ઑડિયંસે જોકર નકારી કાઢી હતી.

ઓયૂટીએમડી
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ જેવી હિટ ફિલ્મની સિક્વલ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારામાં અક્ષયે ત્રીજી વાર સોનાક્ષી સાથે જોડી બનાવી હતી, પરંતુ ઑડિયંસને આ ફિલ્મ ન ગમી.

બૉસ
એન્થૉની ડિસૂઝા દિગ્દર્શિત બૉસ એક કૉમેડી એક્શન ફિલ્મ હતી. ક્રિટિક્સે તો મિશ્ર પ્રત્યાઘાત આપ્યાં, પણ ઑડિયંસની નજરે બૉસ ફ્લૉપ રહી. અક્ષય કુમારની એક્ટિંગ પણ અસરકારક નહોતી. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા તથા હની સિંહે ખાસ એપીરિયંસ આપ્યુ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
