જાણો: પહેલા દિવસે સિંગ ઇઝ બ્લિંગ બોક્સ ઓફિસ પર કેટલું કમાઇ
જાણકારોનું માનીએ તો અક્ષય કુમાર અને એમી જેક્શન નિર્મિત બહુ જલ્દી 100 કરોડની કલ્બમાં સામેલ થઇ શકે છે. એટલું જ નહીં તેના પહેલા દિવસની કમાણીને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર બોલીવૂડ ફિલ્મ બની શકે છે.
આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાને બોક્સ ઓફિસ પર નાણાંની ટંકશાળ પાડી છે. તે બાદ સિંગ ઇઝ બ્લિંગના આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ હોવાના ભરપૂર ચાન્સ છે. ત્યારે પ્રભુ દેવા નિર્મિત અને અક્ષય કુમાર અને એમી જેક્શન સ્ટાર્ર આ ફિલ્મ એક સાથે ભારત ભરમાં કુલ 3500 સ્ક્રીન પર રિલિઝ કરવામાં આવી હતી.
વધુમાં આ ફિલ્મ પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતમાં હાઉસફૂલ શો કરી રહી છે. તેવું જાણકારોએ જણાવ્યું છે. ત્યારે આ ફિલ્મના કેટલાક ખાસ ફિલ્મ અને પહેલા દિવસે આ ફિલ્મે કેટલાની કમાણી કરી તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અક્ષય બન્યો સ્પોર્ટ બોય
આ ફોટો છે સિંગ ઇઝ બ્લિંગના શૂટિંગ ટાઇમનો. જેમાં અક્ષય કુમાર અને પ્રભુ દેવાની સ્પોર્ટ બોયની જેમ સામાન ઉપાડી એક સ્થળેથી બીજે સ્થળે લઇ જઇ રહ્યા છે.

પ્રમોશન
ત્યારે આ ફિલ્મના પ્રમોશન વખતની આ તસવીર. નોંધનીય છે કે આ ફિલ્મ હરિયાણા,પંજાબ અને દિલ્હીમાં સારું પ્રદર્શન કરી રહી છે.

સેલ્ફી વિથ કપિલ
ત્યારે કપિલ શર્મા અને એમીનું આ સેલ્ફી.નોંધનીય છે કે આ ફિલ્મનું દિલ્હીના સિનેમાઘરોમાં એડવાન્સ બુકિંગ ચાલી રહ્યા છે. જે બતાવી રહી છે કે આ ફિલ્મ હીટ જવાની છે.

બોક્સ ઓફિસ રિપોર્ટ
આ ફિલ્મમાં હીટ બનવા જેવા અનેક ફેક્ટર જોડાયેલા છે. અક્ષય કુમારના જોરદાર સ્ટંટ, બ્યૂટિફૂલ એમીની ટેલેન્ટેડ એક્ટિંગ, કમોડી અને અક્ષયનો પંજાબની લૂક.

ગીતો
વળી આ ફિલ્મના ગીતો પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ઇન શોર્ટ આ ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે.

શેરદિલ અક્ષય
એટલું જ નહીં આ ફિલ્મના એક સીનમાં અક્ષય કુમાર સિંહ જોડે પણ ડાન્સ કરતો જોવા મળે છે.

લારા દત્ત
વળી લોકોને લારા દત્તની કોમેડી અને રોલ પણ ખૂબ જ પસંદ આવી છે. અને લારા ચાહકો પણ લાંબા સમય બાદ લારાને ઓનસ્ક્રીન જોઇને ખુશ છે.

બાબાના આશીર્વાદ
ત્યારે આ ફિલ્મની રિલિઝ પહેલા અક્ષય કુમારે ગુરુદ્વારામાં જઇને આ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

અક્ષય કુમાર
ત્યારે લાંબા સમય બાદ અક્ષય કુમારનો કોમેડી અવતાર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે.

પહેલા દિવસની કમાણી
ત્યારે શુક્રવારે રિલિઝ થયેલી ફિલ્મ સિંગ ઇઝ બ્લિંગ પહેલા દિવસે ભારતભરમાં 22-24 કરોડ રૂપિયાની કમાણી કરી. જે જોતા લાગી રહ્યું છે કે સોમવાર સુધી આ ફિલ્મ 100 કરોડની કલબમાં એન્ટ્રી મેળવી જ લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
