અક્ષય કુમાર કેનેડાની નાગરિકતા છોડીને હવે બનશે ભારતીય, કહ્યુ - મારુ ભારત જ મારા માટે...
અક્ષય કુમારે પોતાના કેનેડિયન નાગરિકતા પર ખુલીને વાત કરી અને કહ્યુ કે તેમના માટે ભારત જ બધુ છે અને તે ટૂંક સમયમાં કેનેડાની નાગરિકતા છોડી દેશે.
Akshay Kumar Canadian Citizenship: બૉલિવુડના સ્ટાર ખેલાડી અક્ષય કુમાર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સેલ્ફીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ એટલે કે આજે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અક્ષય કુમાર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે પોતાના કેનેડિયન નાગરિકતા પર ખુલીને વાત કરી અને કહ્યુ કે તેમના માટે ભારત જ બધુ છે અને તે ટૂંક સમયમાં કેનેડાની નાગરિકતા છોડી દેશે.

અક્ષય કુમાર માટે ભારત જ સર્વસ્વ
સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર ઘણીવાર કેનેડિયન નાગરિકતાને લઈને ટ્રોલર્સના નિશાના પર રહે છે. અક્ષયની નાગરિકતા પર વારંવાર સવાલ ઉઠાવવામાં આવે છે. આ દરમિયાન હવે તેણે મોટુ નિવેદન આપ્યુ છે. તેણે કહ્યુx કે ભારત તેના માટે સર્વસ્વ છે અને તેણે પાસપોર્ટમાં ફેરફાર માટે અરજી કરી દીધી છે.જ્યારે કોઈ મારી નાગરિકતા પર સવાલ ઉઠાવે છે ત્યારે મને ખરાબ લાગે છે. ભારત મારા માટે સર્વસ્વ છે. મે અત્યાર સુધી જે કંઈ કમાયુ છે, જે કંઈ મેળવ્યુ છે તે ભારતમાં રહીને મેળવ્યુ છે. અને હું ભાગ્યશાળી છુ કે મને પાછુ આપવાની તક મળી. જ્યારે લોકો કંઈપણ જાણ્યા વગર કંઈપણ કહે ત્યારે તમને ખરાબ લાગે છે.'

આ કારણોથી કર્યુ હતુ કેનેડા માટે અપ્લાય
અક્ષય કુમારે તે સમયને પણ યાદ કર્યો જ્યારે તેણે 1990 થી 2000 સુધી લગભગ 15 ફિલ્મો આપી હતી અને તે બધી બૉક્સ ઑફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જેની તેની કારકિર્દી પર અસર પડી અને તેણે કેનેડાની નાગરિકતા માટે અરજી કરી. અક્ષયે કહ્યુ, 'મે વિચાર્યુ કે મારી ફિલ્મો ચાલી રહી નથી અને મારે કામ કરવુ પડશે. હું કામ માટે કેનેડા ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે મને કહ્યું, 'અહીં આવી જા. મે અરજી કરી અને હું ગયો. મારી પાસે માત્ર બે જ ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી અને સદભાગ્યે તે બંને સુપરહિટ સાબિત થઈ. મારા મિત્રે કહ્યુ કે પાછો જા અને ફરીથી કામ શરૂ કર'.

આજે રિલીઝ થઈ રહી છે અક્ષય કુમારની 'સેલ્ફી'
અક્ષય કુમારે આગળ કહ્યુ, 'હું ભારત પાછો આવ્યો કે તરત જ મને ફિલ્મો મળી અને મે મારુ કામ બંધ કર્યુ નહીં. હું કામ પર ગયો પણ હું ભૂલી ગયો કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. મને નથી લાગતુ કે મારે આ પાસપોર્ટ બદલવો જોઈએ. પરંતુ હવે મે અરજી કરી છે. આશા છે કે મારો પાસપોર્ટ જલ્દીથી બદલાઈ જશે. તમને જણાવી દઈએ કે અક્ષય તેની આગામી ફિલ્મ સેલ્ફીની તૈયારીમાં વ્યસ્ત છે. રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી જોવા મળશે. આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જોવાનુ એ રહેશે કે ફિલ્મને ફેન્સ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
