ALERT: 2 દિવસ બાદ અક્ષયનો ધમાકો...એયરલીફ્ટનું ટીઝર થશે રિલીઝ
વર્ષ 2015માં સલમાન ખાન ભલે ધમાલ મચાવી રહ્યાં હોય, પરંતુ યાદ અપાવી દઇએ કે બોક્સ ઓફિસ પર વર્ષ 2015ની ધમાકેદાર શરૂઆત અક્ષય કુમારે ફિલ્મ બેબીથી કરી હતી. બેબીએ ભલે 100 કરોડની કમાણી ના કરી હોય, પણ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.
જો કે આશા રાખવામાં આવી રહી છેકે વર્ષ 2016માં પણ અક્ષય કુમાર આવો જ ધમાકો કરવાના છે. રાજા કૃષ્ણ મેનનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ એરલીફ્ટ 22 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને નિમરત કૌર મુખ્ય ભૂમિકામાં છે.
પરંતુ તે પહેલા 18 જાન્યુઆરી એટલે કે બુધવારે આપણી સામે આવશે ફિલ્મનું ટીઝર. જી હા, ફેન્સ આ ફિલ્મના ટીઝરની ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. કારણ કે ફિલ્મ સાથે જોડાયેલી વધુ કોઇ જાણકારી ફેન્સ સુધી નથી પહોંચી શકી.
તમને જણાવી દઇએ કે એરલીફ્ટ 1990માં થયેલી ગલ્ફ વોર પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર કુવૈતમાં રહેતા એક બિઝનેસમેનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. હમમમ...ફિલ્મના પોસ્ટર તો ઘણાં જ ઇમ્પ્રેસીવ છે. જો કે આ સાથે જ ફિલ્મનું ટીઝર પણ લોકોને ગમશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
અહીં જાણીએ કે આખરે શું છે, અક્ષય કુમારની એર લીફ્ટ.......

એરલીફ્ટ
એયરલીફ્ટ વર્ષ 1990ની ગલ્ફ વોર પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર કુવૈતમાં રહેતા એક બિઝનેસ મેનની ભૂમિકા અદા કરી રહ્યાં છે.

અક્ષય કુમાર- નિમરત કૌર
ફિલ્મમાં નિમરત, કુવૈતના બિઝનેસમેન રંજીત દયાલની પત્ની અમૃતાના પાત્રમાં છે. કે જે સદ્દામ હુસેનના શાસનમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી નિકાળવાની કોશિષમાં છે.

સ્ટોરી
સ્ટોરી 1,70,000 ભારતીયોને કુવૈતમાંથી બહાર કાઢવાની છે. અક્ષય કુમાર અને નિમરતે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મ માટે બંને એક્ટર્સે અરબી ભાષા પણ શીખી છે.

રિલીઝ
ફિલ્મ 22 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં અક્ષય અને નિમરત સિવાય પુરબ કોહલી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન રાજા કૃષ્ણન મેનને કર્યું છે.

એક્શન થ્રીલર ફિલ્મ
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ ફિલ્મમાં અક્ષય કુમાર એક મુક્કો પણ નથી મારી રહ્યાં. તમને જણાવી દઇએ કે એયરલીફ્ટ એક એક્શન થ્રીલર ફિલ્મ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છેકે ફિલ્મમાં અક્ષય એક્શન સીન્સ નહીં કરે!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
