એઝાઝ ખાન પર મોડલ સાથે મારપીટ કરવાનો આરોપ, ફરાર થયો
હંમેશા વિવાદોમાં રહેતા એક્ટર અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ એઝાઝ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયો છે.
હંમેશા વિવાદોમાં રહેતા એક્ટર અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ એઝાઝ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. ખરેખર એઝાઝ ખાન પર આરોપ છે કે તેને પોતાના મિત્ર સાથે એક ફેશન શૉમાં મોડલ અને ડાયરેક્ટર સાથે મારપીટ કરી. આ ઘટના પછી એઝાઝ ખાન ફરાર થઇ ગયો છે. આ ઘટના 30 એપ્રિલની છે, જયારે નવી મુંબઈમાં એઝાઝ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે એઝાઝ ખાનના ઘરે તેને શોધવાની કોશિશ કરી, પરંતુ તે ત્યાં નહીં મળ્યો. પોલીસ મુંબઈ અને નવી મુંબઈમાં તેને શોધી રહી છે. ખબર આવી છે કે આ ફેશન શૉમાં એઝાઝ ખાન ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એઝાઝ ખાન પોતાના માટે ચેંજિંગ રૂમ નહીં મળવાને કારણે નારાજ થયા હતા. ત્યારપછી તેને મહિલા મોડલને જોઈને અશ્લીલ ગીત ગાવાનું શરુ કરી દીધું.
આ પણ વાંચો: મોડલ ઐશ્વર્યાને અશ્લીલ મેસેજ અને ફોટા મોકલવાના આરોપમાં એજાઝ ખાનની ધરપકડ
આપને જણાવી દઈએ કે એઝાઝ ખાન હંમેશા આવા વિવાદોમાં ફસાતા રહે છે. ગયા વર્ષે એઝાઝ ખાન પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ (એક્સ્ટેસી) ગોળીઓ મળી આવી હતી, જેની કિંમત 2 લાખ રૂપિયા કરતા પણ વધારે હતી. જયારે એઝાઝ ખાનની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે નશામાં હતા અને લગભગ 40 દિવસો સુધી જેલમાં રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેમના પર હેરસ્ટાઇલિશને અશ્લીલ તસવીરો મોકલવાનો પણ આરોપ લાગી ચુક્યો છે.
આ પણ વાંચો: એશને મોકલ્યો અશ્લીલ મેસેજ, આ ખાન વિરુદ્ધ એફઆઈઆર દાખલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
