શાહરુખ સાથે સલમાનને પણ પછાડવા માંગે છે અજય
મુંબઈ, 23 ઑક્ટોબર : બૉલીવુડના એક્ટરો વચ્ચે કાયમ એક-બીજાને પાછળ પાડવાનો જંગ છેડાયેલો રહે છે. અત્યાર સુધી તો જંગ બૉલીવુડના ત્રણ ખાનો વચ્ચે જ હતો, પરંતુ હવે બૉલીવુડમાં મજબૂત પગ જમાવી ચુકેલાં અજય દેવગણ પણ આ રેસમાં જોડાઈ ગયો છે.

સમાચાર છે કે અજય હવે શુટિંગના દિવસ દીઠ એક કરોડ રુપિયા લેશે. અજયની સન ઑફ સરદાર ફિલ્મ આ દીવાળીએ રિલીઝ થવાની છે. એ જ દિવશે યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન પણ રિલીઝ થાય છે કે જેમાં શાહરુખ ખાન ફરી એક વાર રોમેન્ટિક પાત્રમાં દેખાશે. શાહરુખની ફિલ્મને પાછળ પાડવામાં અજય કોઈ જાતની કચાસ નથી છોડી રહ્યાં. નાના પડદે પ્રમોશનથી માંડી ફિલ્મના પ્રોમો તેમજ પ્રમોશન ઇવેન્ટ કરવામાં અજય જોરશોરથી લાગેલાં છે.
અજય દેવગણ માટે આ વર્ષ બહુ સારું રહ્યો છે. વર્ષના આરંભે જ તેમની ફિલ્મ બોલ બચ્ચન રિલીઝ થઈ અને તેણે ખૂબ ધમાલ મચાવી. તેનો 100 કરોડના ક્લબમાં સમાવેશ થયો. હવે તેમની સન ઑફ સરદાર રિલીઝ થનાર છે અને તેને લઈને પણ અજયને ઘણી આશાઓ છે, પરંતુ લાગે છે કે પોતાની સફળતાથી અજય વધારે ખુશ ચે અને તેમના પગ હવામાં છે.
તેમણે પોતાનો ભાવ વધારી હવે એક દિવસના 1 કરોડ રુપિયા કરી નાંખ્યો છે. અત્યાર સુધી સલમાન ખાન બૉલીવુડના સૌથી મોંઘા એક્ટર ગણાતા હતાં, કારણ કે તાજેતરમાં જ રિલીઝ થયેલી તેમની એક થા ટાઇગર ફિલ્મ બૉલીવુડની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ છે અને આ ફિલ્મ બાદ એવા સમાચાર આવ્યા હતાં કે સલમાનને દિગ્દર્શક રમેશ તોરાનીએ 100 કરોડમાં સાઇન કરવાનું વિચાર્યું છે. જોકે તેમાં વાસ્તવિકતા અંગે શંકા છે, પરંતુ આમ છતાં જો તે સાચું હોય, તો સલમાન ખાન બૉલીવુડના સૌથી મોંઘા એક્ટર બની ચુક્યાં છે.
હવે સલમાનનો આ રેકૉર્ડ તોડવા અજયે પોતાની નવી કિંમત નક્કી કરી છે અને તે છે એક દિવસના એક કરોડ. એટલે કે હવે જો અજયની કોઈ ફિલ્મનું શુટિંગ એક માસ ચાલે, તો તેમને 30 કરોડ રુપિયા ચુકવવાં પડશે. આ તો સાચે જ વિચિત્રતા છે. હવે અજય સાથે કામ કરવાનું વિચારતાં દિગ્દર્શકોએ કદાચ પોતાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવું પડશે. અજયનો આ નિર્ણય સલમાન સામે ફીની બાબતમાં તો આગળ કરી શકે છે, પણ તેમને કેટલાં દિગ્દર્શકો આ કિંમતે સાઇન કરશે, તે અંગે દરેકને શંકા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
