અજય-શાહરુખ નાના પડદે પણ સામ-સામે
મુંબઈ, 22 ઑક્ટોબર : ઘણાં વખતથી સમાચારો આવી રહ્યાં છે કે અજય દેવગણ અને શાહરુખ ખાનની સન ઑફ સરદાર તેમજ જબ તક હૈ જાન ફિલ્મો એક જ દિવસે એટલે કે આ દીવાળીએ રિલીઝ થવાની છે. બંનેએ પોતાની ફિલ્મોના પ્રમોશન શરૂ કરી દીધાં છે. પહેલાં તો રિલીઝિંગ ડેટની બાબતમાં બંને ફિલ્મો સામ-સામે ઊભી હતી. અજય અને શાહરુખ બંને ઇચ્છતા હતાં કે તેમની ફિલ્મને વધુમાં વધુ સિનેમા ઘરોમાં રિલીઝ કરાય.

અને હવે બંને નાના પડદે પોતાની ફિ્લ્મો પ્રમોટ કરવામાં પણ એક-બીજાને મ્હાત કરવામાં લાગી ગયાં છે. બંનેએ ટીવીના સૌથી મોટા અને હિટ શો ટાર્ગેટ કર્યાં છે. તેમાં કૌન બનેગા કરોડપતિ તથા બિગ બૉસનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ અજય દેવગણ બિગ બૉસ 6ના સેટે આવ્યાં અને તેમણે પોતાની ફિલ્મ સન ઑફ સરદાર એટલે કે એસઓએસ પ્રમોટ કરી. અજય સાથે સલમાનના મોટા ભાઈ સંજય દત્ત તેમજ સોનાક્ષી સિન્હા પણ હાજર હતાં. ત્રણેએ મળી એસઓએસના ગીતોના અનેક સ્ટેપ કર્યાં તેમજ સોનાક્ષીએ સલમાન, અજય અને સંજયના ડાયલૉગની નકલ કરી. સલમાને અજય અને સંજય સાથે તેમની ફિલ્મના ગીત રાની મૈં તૂ રાજા ઉપર ડાંસ પણ કર્યો.
બીજી બાજું સોની ચૅનલના હિટ શો કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબસીમાં શાહરુખ ખાન તેમજ કૅટરીના કૈફ પોતાની જબ તક હૈ જાન ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યાં. શાહરુખે પોતાની ફિલ્મનું ટાઇટલ કાવ્ય જબ તક હૈ જાન પણ સંભળાવ્યું. શાહરુખ અને કૅટરીનાએ અમિતાભ સાથે મળી બહુ મજા કરી. અમિતાભ અને શાહરુખે પણ કૅટ સાથે બહુ મસ્તી કરી અને તેમને પરેશાન કર્યાં.
હવે સલમાનના શોમાં તો અજયે પોતાની ફિલ્મનું અને અમિતાભના શોમાં શાહરુખે પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું, પરંતુ જોવાનું એ રહે છે કે શું સલમાનના શોમાં આ વખતે શાહરુખ પોતાની ફિલ્મ પ્રમોટ કરવા જશે કે પછી શાહરુખ બાદ કેબીસીમાં અજય પોતાની સન ઑફ સરદારને પ્રમોટ કરવા જશે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
