ખબર હતી વિલન સાબિત થઇશ : અજય દેવગણ
મુંબઈ, 6 નવેમ્બર : ફિલ્મ સન ઑફ સરદાર અને જબ તક હૈ જાનની રિલીઝ ડેટ અંગે ચાલી રહેલો સંઘર્ષ વધુ તીવ્ર બનતો જાય છે. સમાચાર છે કે અજય દેવગણે પોતાની ફિ્લ્મની રિલીઝ અંગે યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ)ને લીગલ નોટિસ મોકલાવી હતી. તેને રદ્દ કરી દેવામાં આવી છે. બંને ફિલ્મોની રિલીઝ અંગે મીડિયામાં તરેહ-તરેહના વાતો થઈ રહી છે. આ મુદ્દે પહેલી વાર અજય દેવગણે મોં ખોલ્યું છે.

અજય દેવગણ તરફથી સમાચાર આવી રહ્યાં છે. અજયે જણાવ્યું છે કે તેમને ખબર જ હતી કે જો તેઓ યશરાજ વિરુદ્ધ કોઈ એક્શન લેશે, તો મીડિયામાં તેમને જ વિલન બનાવી દેવામાં આવશે. હાલ મીડિયા જગત મારી સાથે એવી જ રીતે વર્તી રહ્યું છે, જાણે મેં કોઈ ગુનો કરી નાંખ્યો હોય.
અજય દેવગણે જણાવ્યું કે એ વાત સાચી છે કે તેમની ફિલ્મ સન ઑફ સરદાર એટલે કે એસઓએસની રિલીઝ ડેટ આગળ વધારવા માટે દબાણ આપવમાં આવી રહ્યું છે, પરંતુ તેમણે યશરાજના નામનો ખુલાસો કર્યો નહિં. બસ એટલું જ બોલ્યાં કિ આપ લોકો જાણો છો કે મારી ફિલ્મની રિલીઝ અંગે કોને મુશ્કેલી થઈ રહી છે.
આપને જણાવી દઇએ કે યશરાજની જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે અને અજયની એસઓએસ બંને એક જ દિવસે 13મી નવેમ્બરે દિવાળીના રોજ રિલીઝ થઈ રહી છે. એસઓએસ ટીમનું કહેવું છે કે યશરાજ તેમને પોતાની ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવા માટે કહી રહ્યું છે.
આ અગાઉ શાહરુખ ખાને જણાવ્યું હતું કે તેમને અજય દેવગણની ફિલ્મ સામે કોઈ ખતરો નથી અને તેઓ અજયની વિરુદ્ધ પણ નથી. આ વિવાદ પ્રોડક્શન હાઉસિસનો છે. તેથી આ ઝગડાને અજય વર્સિસ શાહરુખ નામ આપવું જોઇએ નહિં. કોઈ પણ ફિલ્મની રિલીઝ જો સમય પર ના થાય, તો ઘણું નુકસાન થાય છે. એવામાં યશરાજ કઈ રીતે કોઈને ફલ્મ રિલીઝ કરતાં રોકી શકે. તેઓએ આ પ્રકારની વાતોને બકવાસ ગણાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
