B'daySpcl..ઐશ્વર્યા રાયની એવી વાતો જે તમે નથી જાણતા..
ઐશ્વર્યા રાય આજે તેનો 43મો જન્મદિન મનાવી રહી છે ત્યારે તેના વિશે જેટલુ લખાય તેટલુ ઓછુ છે. તેના વિશેની રસપ્રદ વાતો જાણો અહીં...
તે સુંદરતાની મૂર્તિ છે અને તે પણ આજની નહિ છેલ્લા 20 વર્ષોથી વધુ સમયથી. જી હા, તમે સમજી ગયા હશો કે અમે વાત કરી રહ્યા છે ઐશ્વર્યા રાયની. ઐશ્વર્યા રાય આજે પોતાનો 43મો જન્મદિન મનાવી રહી છે અને દુનિયાભરના ફેંસ તેને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આજે ભલે પ્રિયંકા હોલીવુડમાં નામ કમાઇ રહી હોય પરંતુ હકીકતમાં બોલીવુડને દુનિયાભરમાં ઓળખ એશે જ અપાવી છે. ઐશ્વર્યા રાયના ફેંસ આખી દુનિયામાં છે અને આ વખતે તો એશનો જન્મદિન ખાસ છે કારણકે એ દિલ હે મુશ્કીલ પણ હીટ થઇ ગઇ છે. આજે અમે તેમના જન્મદિને તેમની સાથે જોડાયેલી ખાસ વાતો લઇને આવ્યા છે જે તમે પણ નથી જાણતા.

પહેલી એડ
એશે પોતાની પહેલી એડ કૈમિલ બ્રાંડ માટે કરી હતી અને ત્યારે તે માત્ર 9માં ધોરણમાં ભણતી હતી.

બે બ્રાન્ડની એડ
ઐશ્વર્યા રાય બચ્ચન એક માત્ર એવી ભારતીય સેલીબ્રીટી છે જેણે પેપ્સી અને કોકાકોલા બંને પ્રતિસ્પર્ધી બ્રાંડની એડ કરી છે. તમે સમજી શકો છો કે તેની ઇમેજ કેટલી સ્ટ્રોંગ હશે કે બે રાઇવલ બ્રાંડની એડ તેણે કરી.

સૌથી સુંદર
એશને અત્યાર સુધીમાં ચૂંટાયેલ મિસ વર્લ્ડમાં વોટિંગ આધારે બે વાર (2000, 2010) સૌથી વધુ સુંદર ઘોષિત કરવામાં આવી છે.

ક્લાસિકલ ડાંસર
એશે પોતાની ટીનએજમાં 5 વર્ષ સુધી ક્લાસિકલ ડાંસની ટ્રેનિંગ લીધી હતી. તેની આ કલા દરેક ફિલ્મમાં તેના માટે લાભકારક સાબિત થઇ.

ડેટ ઠુકરાવી
રસપ્રદ વાત એ છે કે 1994 માં જ્યારે ઐશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો ત્યારે ઇવેંટના હોસ્ટે તેને ડેટ માટે પૂછ્યુ હતુ. જો કે આ ઓફરને તેણે ઠુકરાવી દીધી હતી.

રેખાની ફેવરીટ
જ્યારે એશ સ્કૂલમાં હતી ત્યારે તેણે તેની ફેવરિટ એક્ટ્રેસ સાથે મુલાકાત કરી હતી અને તે એક્ટ્રેસ હતી રેખા. એક વાર રેખા એશને કેરિયરના શરુઆતના દિવસોમાં મોલમાં મળી હતી. રેખા પોતે જ જઇને એશને મળી હતી કારણકે રેખાને ઐશ્વર્યા રાય એટલી સુંદર લાગી હતી કે તેને તેનો ચહેરો યાદ હતો.

ભણવામાં હોશિયાર
એશ પોતાનુ ભણતર પૂરુ કરીને મોડલિંગમાં આવવા ઇચ્છતી હતી. તે મેડીકલ સાયંસ ભણવા માંગતી હતી અને કોલેજમાં ઝુઓલોજી તેનો ફેવરીટ વિષય હતો. પરંતુ સુંદરતાને કારણે તેને અલગ અલગ પ્રકારની ઓફર મળવા લાગી હતી.

માન વધાર્યુ
એશ Oprah Winfrey show માં પહોંચેલી પહેલી ભારતીય છે.

બ્રાડ પિટને કરી મનાઇ
ઐશ્વર્યા રાય બ્રાડ પિટ સાથે Troy ફિલ્મ કરવાની મનાઇ કરી ચૂકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
