Inside Pics! આરાધ્યા બચ્ચનની ગ્રાન્ડ પાર્ટીમાં કોણ કોણ જોવા મળ્યું?
બોલિવૂડના સ્ટારકિડ્સમાં આરાધ્યા બચ્ચન સૌથી ફેમસ છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની આ લાડકી 16 નવેમ્બરના રોજ 6 વર્ષની થઇ હતી. આ અંગે વધુ વાંચો અહીં.
બોલિવૂડના સ્ટારકિડ્સમાં આરાધ્યા બચ્ચન સૌથી ફેમસ છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની આ લાડકી 16 નવેમ્બરના રોજ 6 વર્ષની થઇ હતી. હંમેશની માફક આરાધ્યા બચ્ચનના બર્થ ડે નિમિત્તે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તે અત્યંત સુંદર અને અલગ અંદાજમાં પહોંચી હતી. આ સિવાય વિવિધ સ્ટાર્સ તેમના બાળકો સાથે અહીં જોવા મળ્યા હતા, જેમાં શાહરૂખ ખાન, આમિર ખાન, શિલ્પા શેટ્ટીથી માંડીને સોનાલી બાન્દ્રે અને તારા શર્માનો પણ સમાવેશ થાય છે.

સુંદર ક્લિક!
આરાધ્યા બચ્ચનની પાર્ટીનો આ ફોટો અમિતાભ બચ્ચને ટ્વીટર પર શેર કર્યો હતો, જેમાં આરાધ્યા બચ્ચન દાદી જયા બચ્ચનને કેક ખવડાવતી નજરે પડે છે. આ ફોટોમાં આરાધ્યા બચ્ચનની સુંદર ડોલવાળી કેક પણ જોઇ શકાય છે.

આરાધ્યા બચ્ચન
આરાધ્યા બચ્ચનની આ તસવીરો અત્યંત ક્યૂટ છે. તે અહીં મમ્મી ઐશ્વર્યાની માફક જ પોઝ આપવા માટે પ્રયત્ન કરતી જોવા મળે છે. પાર્ટી વેન્યૂ પરની આરાધ્યાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ઐશ્વર્યા પણ પીચ કલરના ગાઉનમાં અત્યંત સુંદર લાગી રહી છે.

પરફેક્ટ ફેમિલી!
આરાધ્યા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચનનો આ ફોટો અત્યંત ક્યૂટ છે. પાર્ટી વેન્યુ પર લેવામાં આવેલ આ ફોટોમાં પ્રિન્સેસની માફક તૈયાર થયેલ આરાધ્યા ખૂબ સુંદર લાગી રહી છે.

અબરામના મતે બિગ બી SRKના પપ્પા!
આ અબરામ અને શાહરૂખ સાથેનો આ ફોટો પણ અમિતાભે શેર કર્યો હતો. બુઢ્ઢીના બાલ માટે રાહ જોતા અબરામના આ ફોટોઝ અત્યંત ક્યૂટ છે. અમિતાભની પોસ્ટ નીચે રિપ્લાય કરતા શાહરૂખે લખ્યું હતું કે, સર એણે તમને ટીવી પર જોયા પછી એ સમજે છે કે તમે મારા પપ્પા છો.

શાહરૂખ, બચ્ચન ફેમિલી અને...
આ ફોટોમાં શાહરૂખ અને અમિતાભ બચ્ચન અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા સાથે જોવા મળે છે. તેમની સાથે છે તારા શર્માના બે બાળકો અને ફેમસ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની અને તેના ત્રણ બાળકો. ડબ્બૂ રત્નાની ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર છે અને ઐશ્વર્યાથી લઇને આલિયા સુધીની એક્ટ્રેસિસનો ફેવરિટ છે.

3 જનરેશન
આરાધ્યા બચ્ચનની બર્થ ડે પાર્ટીનો આ કદાચ સૌથી ક્યૂટ ફોટો હશે. જેમાં ઐશ્વર્યા આરાધ્યાને કિસ કરતી નજરે પડે છે અને સાથે છે ઐશ્વાર્યાની મમ્મી. રાય પરિવારની આ ત્રણ પેઢીઓને સાથે જોઇને કોઇનું પણ મન ખીલી ઉઠે!

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી કુંદ્રા પણ પોતાના પુત્ર સાથે અહીં જોવા મળી હતી. આ ફોટોમાં શિલ્પા અને ઐશ્વર્યા બંને પોતાના બાળકો અને માતા સાથે પોઝ આપતા નજરે પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
