B'DaySpcl..30 ફિલ્મો રિજેક્ટ, અક્ષય કુમાર સાથે ધમાકેદાર શરૂઆત
નિમ્રત કૌરના જન્મદિવસે, તેના વિશેની કેટલીક રસપ્રદ વાતો જાણો.
ફિલ્મ લંચબોક્સમાં ઇરફાન ખાન સાથે અને એરલિફ્ટ માં અક્ષય કુમાર સાથે ધમાકેદાર પર્ફોમન્સ આપનાર નિમ્રત કૌર નો આજે જન્મદિવસ છે. નિમ્રત કૌરને શરૂઆતથી જ એક્ટિંગમાં રસ હતો, પરંતુ ફેમિલિનું આર્મી બેકગ્રાઉન્ડ હોવાને કારણે દર 2 વર્ષે તેમની સ્કૂલ, શહેર બધું જ બદલાઇ જતું. સ્કૂલમાં હતી ત્યારથી જ નિમ્રતને સ્ટેજ શો અને એક્ટિંગનો શોખ હતો.

30 વર્ષે ડેબ્યૂ
શરૂઆતથી જ એક્ટિંગનો શોખ હોવા છતાં નિમ્રત કૌરે 30 વર્ષે ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. તેણે પોતાના કરિયરની શરૂઆત પ્રિનેટ મોડેલ તરીકે કરી હતી. બોલિવૂડ ફિલ્મો સિવાય તે અમેરિકન ટેલિવિઝન સિરિઝમાં પણ કામ કરી ચૂકી છે.

27થી 30 ફિલ્મ કરી રિજેક્ટ
નિમ્રત ફિલ્મોની બાબતમાં ખૂબ સિલેક્ટિવ છે. તેની પહેલી હિંદી ફિલ્મ હતી અનુરાગ કશ્યપની પેડલર્સ. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઇ હતી અને તેને ઘણા સરા ફીડબેક મળ્યાં હતા. જો કે, આ પહેલાં નિમ્રતે લગભગ 27થી 30 ફિલ્મો રિજેક્ટ કરી હતી.

ઑસ્કારના રેડ કાર્પેટ પર..
નિમ્રત બે વાર ઑસ્કાર રેડ કાર્પેટ પર દેખાઇ ચૂકી છે. પહેલાં અનુરાગ કશ્યપની ફિલ્મ પેડલર માટે તથા બીજી વાર ફિલ્મ લંચબોક્સ માટે. લંચબોક્સ ફિલ્મે બોલિવૂડમાં સફળ રહી હતી અને તેમાં નિમ્રતના પર્ફોમન્સના ખૂબ વખાણ થયા હતા.

પિતા શહીદ
બહુ ઓછાને ખબર હશે કે, નિમ્રતના પિતા તે નાની હતી ત્યારે જ શહીદ થઇ ગયા હતા. તેના પિતા આર્મી ઓફિસર હતા, ઇન્ડિયન મુજાહુદ્દિન સંગઠન દ્વારા તેમને બંધક બનાવવામાં આવ્યા અને વર્ષ 1994માં તેમની હત્યા થઇ હતી. તેના પિતાને શૌર્ય ચક્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.

મ્યૂઝિક વીડિયોથી શરૂઆત
ફિલ્મો પહેલાં તેણે મ્યૂઝિક વીડિયોમાં પમ કામ કર્યું છે. આ સિવાય તેણે અનેક એડ ફિલ્મોમાં પમ કામ કર્યું છે. કેડબરી સિલ્કની એડથી તેને મોડલિંગ વર્લ્ડમાં ઓળખાણ મળી હતી.

ફિલ્મો પહેલાં જ મળ્યા એવોર્ડ
નિમ્રતે ફિલ્મ કરવાની શરૂઆત કરી એ પહેલાં જ તેને એવોર્ડ મળવા લાગ્યા હતા. તેને સૌ પ્રથમ એવોર્ડ વોગ(Vogue) તરફથી મળ્યો હતો. વોગ મેગેઝિન તરફથી નિમ્રતને ફ્રેશ ફેસ એવોર્જ આપવામાં આવ્યો હતો.

થિયેટરમાં છવાયેલી રહી
નિમ્રત મૂળ થિયેટર આર્ટિસ્ટ છે. ઓલ અબાઉટ વુમન તેનો સૌથી લોકપ્રિય પ્લે છે, આ પ્લેમાં તેણે 25થી 85 વર્ષ સુધીની મહિલાનું પાત્ર ભજવ્યું છે. આ સિવાય તેણે બગદાદ વેડિંગ અને રેડ સ્પેરો જેવા પ્લેમાં પણ કામ કર્યું છે.

અહીં વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
