ઘનચક્કર બાદ ભટ્ટ કૅમ્પમાં થશે વિદ્યાની એન્ટ્રી
મુંબઈ, 26 જૂન : આજકાલ વિદ્યા બાલન ખૂબ જ ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ ઘનચક્કર કે જે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ એક કૉમેડી ફ્લેવરમાં લોકો સામે પિરસાઈ રહી છે. આ ફિલ્મ બાદ વિદ્યા બાલન ભટ્ટ કૅમ્પની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે કે જેના માટે તેઓ એકદમ ફિટ અને રેડી છે. ફિલ્મ અંગે વધુ ખુલાસો ન કરતાં બસ એટલું જ કહેવાયું છે કે ફિલ્મનું દિગ્દર્શન આશિકી 2 ફૅમ મોહિત સુરી કરશે.

ફિલ્મની વાર્તા ખૂબ જ બોલ્ડ હશે કે જેના માટે વિદ્યાને પરફેક્ટ ગણાવાયાં છે. એમ પણ વિદ્યા બોલ્ડ રોલ્સ સારી રીતે કરે છે, પરંતુ ભટ્ટની ફિલ્મમાં વિદ્યાના કો-સ્ટાર કોણ હશે? તેનો ખુલાસો થયો નથી. મોટાભાગે શક્યતા ઇમરાન હાશમી ઉપર ઠેરે છે, કારણ કે વિદ્યા-ઇમરાનની જોડી હિટ રહી છે.
જો સાચે એવું થાય, તો વિદ્યા-ઇમરાનની આ ત્રીજી ફિલ્મ હશે કે જેને ક્રિકેટની ભાષામાં હૅટ્રિક કહે છે. ધ ડર્ટી પિક્ચર ફિલ્મ બાદ વિદ્યા બાલન અને ઇમરાન હાશમી હવે ઘનચક્કર ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. બંને તેના પ્રમોશનમાં વ્ય્ત છે. સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન બાદ વિદ્યાની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે કે જેના નિર્માતા પોતે સિદ્ધાર્થ જ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
