દિલીપ કુમાર બાદ હવે અમિતાભ બચ્ચન બનશે ‘લીડર’!
મુંબઈ, 5 મે : મોટા પડદા ઉપર ફરી આવી રહ્યો છે લીડર. 1964માં દિલીપ કુમારની ફિલ્મ લીડર તો બધાને યાદ જ હશે કે જેનું ગીત ‘અપની આઝાદી કો હમ હરગિજ મિટા સકતે નહીં...' આજે પણ સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસે જોરશોરથી વગાડવામાં આવે છે. દિલીપ કુમારની આ સુપર હિટ ફિલ્મ લીડર 50 વર્ષ બાદ ફરીથી મોટા પડદે આવી રહી છે અને આ વખતે લીડર તરીકે જોવા મળશે બિગ બી અમિતાભ બચ્ચન.
અમિતાભના મેક-અપ મૅન દીપક સાવંત ફિલ્મ લીડર બનાવી રહ્યાં છે અને તેમણે અમિતાભ બચ્ચન સાથે તેમના પત્ની જયા બચ્ચનને પણ સાઇન કર્યાં છે. દીપક સાવંત આ અગાઉ અમિતાભને લઈ ત્રણ ભોજપુરી ફિલ્મો ગંગા, ગંગોત્રી તથા ગંગાદેવી બનાવી ચુક્યાં છે. ગંગા દેવીમાં જયા બચ્ચન પણ હતાં.
મળતી માહિતી મુજબ લીડરમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ઉપરાંત ગુલશન ગ્રોવર પણ મહત્વની ભૂમિકા ભજવતા દેખાશે. ફિલ્મની વાર્તા તે સામાન્ય માણસની આસપાસ ફરશે કે જે એક અન્યાયી નેતા સામે સંઘર્ષ કરવા રાજકારણમાં પ્રવેશે છે. ફિલ્મમાં ગુલશન ગ્રોવર નેતા, જ્યારે અમિતાભ બચ્ચન સામાન્ય માણસની ભૂમિકા ભજવતા નજરે પડશે.
ચાલો જોઇએ લીડર ફિલ્મનો ફર્સ્ટ લુક અને તેના અનાવરણની તસવીરી ઝલક :

પચાસ વર્ષે ફરી આવે છે લીડર
મોટા પડદા ઉપર ફરી આવી રહ્યો છે લીડર. પચાસ વર્ષ અગાઉ દિલીપ કુમારની ફિલ્મ લીડર આવી હતી અને હવે 50 વર્ષ બાદ લીડરમાં લીડ રોલ કરી રહ્યાં છે અમિતાભ બચ્ચન.

ફર્સ્ટુ લુકનું અનાવરણ
લીડર ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે. અમિતાભ બચ્ચને ફિલ્મના ફર્સ્ટ લુકનું અનાવરણ કર્યુ હતું.

લીડરની ટીમ હાજર
લીડર ફિલ્મના ફર્સ્ટ લુકના અનાવરણ પ્રસંગે અમિતાભ બચ્ચન, ગુલશન ગ્રોવર, પાખી હેગડે સહિત ફિલ્મની ટીમના સભ્યો હાજર રહ્યા હતાં.

જયા બચ્ચન સાથે જોડી
અમિતાભના મેક-અપ મૅન દીપક સાવંત ફિલ્મ લીડર બનાવી રહ્યાં છે અને તેમણે અમિતાભ બચ્ચન સાથે તેમના પત્ની જયા બચ્ચનને પણ સાઇન કર્યાં છે.

અમિતાભ હીરો, ગુલશન વિલન
લીડર ફિલ્મની વાર્તા તે સામાન્ય માણસની આસપાસ ફરશે કે જે એક અન્યાયી નેતા સામે સંઘર્ષ કરવા રાજકારણમાં પ્રવેશે છે. ફિલ્મમાં ગુલશન ગ્રોવર નેતા, જ્યારે અમિતાભ બચ્ચન સામાન્ય માણસની ભૂમિકા ભજવતા નજરે પડશે.

અભિષેક ચડ્ઢા દિગ્દર્શક
લીડર ફિલ્મનું દિગ્દર્શન અભિષેક ચડ્ઢા કરી રહ્યાં છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
