આ કંટાળાજનક સીરિયલોએ કરવુ પડ્યું પૅક-અપ!
મુંબઈ, 26 ડિસેમ્બર : નાના પડદાના ચીલાચાલુ સાસુવહુ કે પારિવારિક કાર્યક્રમોએ બહુ લાંબુ જીવી લીધું છે. છનછન તથા દિલ કી નઝર સે ખૂબસૂરત જેવા ટેલીવિઝન કાર્યક્રમોની નિષ્ફળતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દર્શકો હવે કંઈક નવી અને મૌલિક સામગ્રી ઝંખે છે.
અનિલ કપૂર નિર્મિત રોમાંચક શો 24 અને કપિલ શર્માના કૉમેડી નાઇટ્સ વિથ કપિલના જાદૂના ઓછાયા હેઠળ હિન્દી એંટરટેનમેંટ ચૅનલોના પ્રસંશકોએ હવે જૂના અને ચીલાચાલુ સાસુ-વહુ વાર્તાઓને ડિંગો દાખવી દીધો છે. સીરિયલની બાબતમાં વાત કરીએ, તો દર્શકોએ બે મુસ્લિમ પરિવારોની વાર્તા કબૂલ હૈ તથા શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા નાબા બિધાન પર આધારિત તુમ્હારી પાખીના વખાણ કર્યાં છે.
જાણો એવી સીરિયલો અને શો વિશે કે જેમની શરુઆત દમદાર હતી, પણ પછીથી તેમનું સુરસુરિયું થઈ ગયું :

છનછન
રસપ્રદ ટ્રીઝર તથા જોરદાર માર્કેટિંગ સાથે શરૂ થયેલ સોનીની સીરિયલ છનછને સામાન્ય સાસ-વહુ શ્રેણીઓમાં એક સુખદ પરિવર્તનનો વાયદો કર્યો હતો, પરંતુ તે નિરર્થક સાબિત થયો. સીરિયલની વિષય-વસ્તુ નવી બોતલમાં જૂની દારૂ જેવી નિકળી. આ શો 25મી માર્ચથી શરૂ થયો અને 19મી સપ્ટેમ્બરે બંધ થઈ ગયો.

સાવિત્રી
બધુ અલૌકિક જોવાલાયક જ હોય, તે જરૂરી નથી. સાવિત્રીની નિષ્ફળતા એ વાત સાબિત કરે છે. લાઇફ ઓકે ચૅનલના આ કાર્યક્રમનું કથાનક આકર્ષક હતું. કાર્યક્રમમાં એક ગૃહિણી (રિદ્ધિ ડોગરા) પોતાના પતિ (યશ પંડિત)ને અમંગળ રાહુકાળમાંથી બચાવવા માટે ઝઝૂમે છે, પરંતુ કાર્યક્રમને દર્શકોના સારા પ્રત્યાઘત ન મળ્યાં. કાર્યક્રમ ફેબ્રુઆરીમાં શરૂ થયું અને માત્ર ઑક્ટોબર સુધી જ ચાલી શક્યું.

મિસિસ પમ્મી પ્યારેલાલ
આ હાસ્ય કાર્યક્રમે શરુઆતમાં બહુ દર્શકો મેળવ્યાં, પણ પુરુષ પાત્ર ગૌરવ ગેરા દ્વારા સ્ત્રી-વેશ ધારણ કરવું અને પમ્મી બનવું દર્શકોને વધુ સમય સુધી આકર્ષી ન શક્યું. જુલાઈમાં કલર્સ ચૅનલે શરૂ થયેલ આ કાર્યક્રમ ચાર માસમાં જ હવા થઈ ગયું.

દિલ કી નઝર સે ખૂબસૂરત
સામાન્ય રીતે સૌંદર્ય આધારિત સીરિયલો સારૂ પ્રદર્શન કરે છે, પણ ધમાકેદાર શરુઆત કરનાર દિલ કી નઝર સે ખૂબસૂરતનું થોડાક જ સમયમાં સુરસુરિયું થઈ ગયું. સૌમ્યા સેઠ, રોહિત ખુરાના તથા સચિન શ્રૉફ અભિનીત આ કાર્યક્રમ ફેબ્રુઆરીમાં શરૂ થયું, પણ જુલાઈમાં જ તેનું પૅક-અપ થઈ ગયું.

પુનર્વિવાહ એક નઈ ઉમ્મીદ કે સાથ
પ્રથમ ભાગની સફળતા બાદ પુનર્વિવાહ પોતાના બીજા ભાગ પુનર્વિવાહ એક નઈ ઉમ્મીદ કે સાથ આવ્યો. તેનો પહેલો ભાગ મનોરંજક અને રસપ્રદ હતો. ગુરમીત ચૌધરી તેમજ કૃતિકા સેંર વચ્ચેની કેમેસ્ટ્રીએ નાના પડદે આગ લગાડી દીધી હતી, પણ બીજા ભાગમાં કરણ ગ્રોવર, સૃષ્ટિ રોડે તેમજ રૂબીના દિલકની ત્રિકોણીય પ્રણય કથા કથાનકને મસાલેદાર બનાવવામાં નિષ્ફળ નિવડી. બીજા ભાગે દર્શકોને નિરાશ કર્યાં. ઝી ટીવીનો આ શો શરૂ થયાના છ માસ બાદ જ નવેમ્બરમાં પરત ખેંચી લેવાયો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
