Pics : આયટમ સૉંગ સાથે કમબૅકનું વધતું ટ્રેન્ડ!
મુંબઈ, 31 ઑગસ્ટ : બૉલીવુડ અબિનેત્રીઓ અંગે અત્યાર સુધી સામાન્ય ધારણા હતીકે લગ્ન બાદ તેમનું કૅરિયર સમાપ્ત થઈ જાય છે, પરંતુ હવે આ ધારણા ખોટીપડતી જાય છે. અનેક અભિનેત્રીઓએ માત્ર ફિલ્મોમાં કમબૅક જ નથી કર્યું, પણ પોતાની એક્ટિંગ અને ફિટનેસ વડે સાબિત પણ કર્યું કે તેઓ આજની અભિનેત્રીઓ કરતાં જરાય ઓછી આવે એવી નથી. ફિલ્મોમાં કમનું કમબૅક આયટમ સૉંગ સાથે કરવું તેમના માટે સરળ થઈ ગયું છે કે જેથી તેઓ થોડાંક જ સમયમાં ચર્ચામાં આવી જાય છે.
હમણા તાજેતરમાં જ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કાજોલે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ફિલ્મોમાં કમબૅક કરવા માંગે છે, પણ કોઈ આયટમ સૉંગ સાથે. કહે છે કે કાજોલ પોતાના પતિ અજય દેવગણના પ્રોડક્શન હેઠળ બનતી ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યાં છે અને એક આયટમ સૉંગ પણ કરશે. કાજોલ કહે છે કે હવે તેઓ એવા રોલ કરવા માંગે છે કે જે તેમણે અગાઉ ક્યારેય ન કર્યાં હો
કાજોલ ઉપરાંત હાલ માતૃત્વ સુખ પામતાં ઐશ્વર્યા રાય અંગે પણ કહે છે કે તેઓ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં આયટમ સૉંગ કરી બૉલીવુડ કમબૅક કરશે. ઐશના કમબૅકનો પણ દર્શકોને ભારે ઇંતેજાર છે. આ અગાઉ માધુરી દીક્ષિતે તાજેતરમાં જ અયાન મુખર્જીની યે જવાની હૈ દીવાની ફિલ્મમાં ઘાઘરા આયટમ સૉંગ કરી કમબૅક કર્યું, તો લગ્ન બાદ નાનકડા બ્રેક ઉપર ગયેલાં કરીના કપૂર પણ હલકટ જવાની આયટમ સૉંગ સાથે કમબૅક કરી ચુક્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કરીના કપૂર
સૈફ અલી ખાન સાથેલગ્ન બાદ મનાતુ હતું કે કરીના કપૂરના કૅરિયર ઉપર અસર પડશે, પરંતુ કરીનાએ હલકટ જવાની સૉંગ સાથે જોરદાર કમબૅક કર્યું અને તેમની લગ્ન બાદની પ્રથમ લીડ રોલ ધરાવતી ફિલ્મ સત્યાગ્રહ ગઈકાલે રિલીઝ થઈ.

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિતે લગ્ન બાદ ફિલ્મોમાં આજા નચ ચેલ ફિલ્મ સાથે કમબક કર્યું, પણ ફિલ્મ ફ્લૉપ રહી. જોકે યે જવાની હૈ દીવાનીમાં ઘાગરા આયટમ સૉંગ સાથે માધુરીનું કૅરિયર પુનઃ ચાલી નિકળ્યું. તેમની પાસે હાલ ગુલાબ ગૅંગ જેવી મહત્વની ફિલ્મ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
લગ્ન અને માતૃત્વ સુખ બાદ ઐશ હાલ ચર્ચામાં છે. કહે છે કે તેઓ પણ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં આયટમ સૉંગ કરી કમબૅક કરવાના છે. જોકે હજી પુષ્ટિ નથી થઈ.

કાજોલ
કાજોલે લગ્ન બાદ માય નેમ ઇઝ ખાન સાથે કમબૅક કર્યું, પણ તેઓ સતત સક્રિય નથી રહ્યાં. હવે તેમણે પોતે જ કહ્યું છે કે તેઓ આયટમ સૉંગ સાથે કમબૅક કરશે.

મલાઇકા અરોરા ખાન
મલાઇકા અરોરા ખાને દબંગમાં મુન્ની બદનામ હુઈ... આયટમ સૉંગ સાથે કમબૅક કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
