અભિનેત્રી આલિયા ભટ્ટ પર થઇ શકે છે કાર્યવાહી, બીએમસીએ શરૂ કરી તપાસ
ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે કથિત રીતે કોરોના મહામારી પર લાગુ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે BMC તેની સામે કાર્યવાહી કરી શકે છે. BMC તેમના કેસની તપાસ કરી રહી છે. જો અભિનેત્રીએ નિયમોનો ભંગ કર્યો હોવાનું જાણવા મળે છે તો
ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે કથિત રીતે કોરોના મહામારી પર લાગુ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે BMC તેની સામે કાર્યવાહી કરી શકે છે. BMC તેમના કેસની તપાસ કરી રહી છે. જો અભિનેત્રીએ નિયમોનો ભંગ કર્યો હોવાનું જાણવા મળે છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. હાલમાં આલિયા દિલ્હીમાં હોવાનું કહેવાય છે.

પેંડેમિક એક્ટ અંતર્ગત થઇ શકે છે કાર્યવાહી
નિયમોનું પાલન ન કરવા બદલ આલિયા ભટ્ટ વિરુદ્ધ એપેંડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આલિયાએ 8 ડિસેમ્બરે ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહર દ્વારા આયોજિત પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. પાર્ટીમાં આવેલા ઘણા મહેમાનો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. પાર્ટીમાં આવેલી કરીના કપૂર, અમૃતા અરોરા, સીમા ખાન અને મહિપ કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આલિયા ભટ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

14 દિવસ રહેવાનું હતુ ક્વોરેન્ટાઇન
આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, છતાં તેણે ક્વોરેન્ટાઈનમાં રહેવું પડ્યું હતુ. BMCના નિયમો અનુસાર, હાઈ રિસ્ક કોન્ટેક્ટમાં આવનાર વ્યક્તિએ 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું જરૂરી છે. આલિયા આ નિયમ તોડીને દિલ્હી ગઈ, જ્યાં તેણે તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

ઘણા ઇવેન્ટમાં સામેલ થઇ આલિયા
આલિયા ભટ્ટ BMCના ક્વોરેન્ટાઇન નિયમનું પાલન ન કરીને દિલ્હી આવી હતી. અહીં આલિયાએ રણબીર કપૂર, નિર્દેશક અયાન મુખર્જી અને ફિલ્મ સાથે જોડાયેલા અન્ય લોકો સાથે તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કર્યું હતું. આલિયાએ દિલ્હીમાં બાંગ્લા સાહેબ ગુરુદ્વારાની પણ મુલાકાત લીધી હતી. આ અંગે માહિતી મળતાં BMCએ દિલ્હી આરોગ્ય વિભાગને જાણ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આલિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
