પીએમ મોદીના સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બન્યા અનુષ્કા-વરુણ
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને અભિનેતા વરુણ ધવન પીએમ મોદીની અધ્યક્ષતાવાળા સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બની ચૂક્યા છે.
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને અભિનેતા વરુણ ધવન પીએમ મોદીની અધ્યક્ષતાવાળા સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બની ચૂક્યા છે. તેઓ હવે આ અભિયાનનો પ્રચાર કરશે. આ વિશે જાણકારી વરુણ ધવને પોતાના ટ્વિટર દ્વારા આપી છે.

સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસડર બન્યા અનુષ્કા-વરુણ
વરુણ ધવને ટ્વિટ કર્યુ છે કે મને અને અનુષ્કાને સ્કિલ ઈન્ડિયાના બ્રાંડ એમ્બેસેડર બનવા પર ગર્વ છે. વળી તેણે પીએમ નરેન્દ્ર મોદીના વિચારોન પણ પ્રશંસા કરી. તમને જણાવી દઈએ કે આ જોડી ટૂંક સમયમાં આવનારી ફિલ્મ ‘સૂઈ-ધાગા' માં જોવા મળવાની છે. બંને સ્ટાર્સ આ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે.
|
ફિલ્મ ‘સૂઈ ધાગાઃ મેઈડ ઈન ઈન્ડિયા'
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સૂઈ ધાગાઃ મેઈડ ઈન ઈન્ડિયા' એક ગરીબ પતિ-પત્નીની કહાની છે. વરુણ ધવન, અનુષ્કા શર્માના અભિનયથી સજેલી આ ફિલ્મનું નિર્દેશન શરત કટારિયાએ કર્યુ છે. ફિલ્મમાં વરુણ અને અનુષ્કા પતિ પત્ની બન્યા છે. મનીષ શર્માએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ અનુ મલિકના સંગીતની ધૂનથી સજી છે. ફિલ્મ સૂઈ ધાગા 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

શું છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના કે સ્કિલ ઈન્ડિયા અભિયાન
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજનાઓમાંથી એક છે જેની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી. PMKVY નો ઉદ્દેશ્ય દેશના યુવાનોને ઉદ્યોગો સાથે જોડાયેલી ટ્રેનિંગ આપવાનો છે જેનાથી તેમને રોજગાર મેળવવામાં મદદ મળી શકે. આમાં ટ્રેનિંગની ફીસ સરકાર ભોગવે છે. આ અભિયાન દ્વારા ઓછુ ભણેલા એટલે કે 10મુ, 12 મુ કકે ડ્રોપ આઉટ (વચમાં જ શાળા છોડનાર) યુવાનોને કૌશલ તાલીમ આપે છે. સરકારે 2020 સુધી PMKVY હેઠળ એક કરોડ યુવાનોને કૌશલ તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
