બહેન સુનૈના રોશનના મુસ્લિમ પ્રેમી વિશે છેવટે ઋતિકે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ
સુનૈનાએ સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાના પિતા અને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ વિશે હવે પહેલી વાર અભિનેતા ઋતિક રોશનનું નિવેદન આવ્યુ છે,
હાલમાં બોલિવુડનો જાણીતો રોશન પરિવાર દીકરી સુનૈના રોશનના કારણે વિવાદોમાં છે. સુનૈનાએ સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાના પિતા અને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુનૈનાનું કહેવુ છે કે તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે પરંતુ તેના પરિવારવાળાને આ સંબંધ મંજૂર નથી એટલા માટે તે એના પર જુલમ કરી રહ્યા છે, તેને મારે છે અને ઘરમાં કેદ રાખે છે, સુનૈનાએ કહ્યુ હતુ કે તેના પપ્પા કહે છે કે હું જેને પ્રેમ કરુ છુ તે આતંકવાદી છે.

સુનૈના રોશનના મુસ્લિમ પ્રેમી વિશે છેવટે ઋતિકે તોડ્યુ મૌન
સુનૈનાએ કહ્યુ કે મારો ભાઈ ઋતિક મને રૂમમાં બંધ કરીને રાખે છે, તે મને ઘરમાંથી બહાર નીકળવા નથી દેતો, મારી ઈચ્છા છે કે મારી ફેમિલી મારા પ્રેમનો સ્વીકાર કરી લે પરંતુ પરિવારવાળા મારી વાત નથી સાંભળતા, એ લોકોએ મારુ જીવન નર્ક બનાવી રાખ્યુ છે અને હું આ બધુ વધુ નહિ સહન કરી શકુ. સુનૈના રોશને એ પણ જણાવ્યુ કે આ મામલે તેણે અભિનેત્રી કંગના રનોતની પણ મદદ માંગી હતી કારણકે તે નારી શક્તિમાં વિશ્વાસ કરે છે અને સાચુ કહેવાની હિંમત રાખે છે.

ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ મામલો છે આઃ ઋતિક રોશન
આ વિશે હવે પહેલી વાર અભિનેતા ઋતિક રોશનનું નિવેદન આવ્યુ છે, અભિનેતાએ કહ્યુ કે આ મુદ્દો તેમના અને તેમના પરિવાર વચ્ચેનો છે. અત્યારે તેમની બહેનની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને તેમનુ આ મામલે કંઈ પણ બોલવુ યોગ્ય નથી, આ દૂર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે જેનાથી લગભગ મોટાભાગના પરિવાર પસાર થઈ રહ્યા હશે. પરંતુ કોઈ પણ પરિવાર એવી પરિસ્થિતિમાં લાચાર જ હશે અને બરાબર એ જ રીતે અમે પણ લાચાર છે. મુસ્લિમ યુવક સાથે સુનૈનાના અફેર પર ઋતિકે આગળ કહ્યુ કે ધર્મ તેમની ફેમિલીમાં કોઈ મુદ્દો નથી. આવી વાતો ક્યારેય તેમની વચ્ચે ડિસ્કસ થઈ અને ના તેને મહત્વ આપવામાં આવ્યુ. ઋતિકે પોતે પણ આ રીતની વાતોને પોતાના જીવનમાં મહત્વ નથી આપ્યુ.

સુનૈનાના તથાકથિત પ્રેમીનુ નામ રુહેલ અમીન છે
ઉલ્લેખનીય છે કે સુનૈના રોશનના નિવેદન બાદ જ્યારે હોબાળો વધ્યો તો સુનૈનાના તથાકથિક પ્રેમી, જેમનુ નામ રુહેલ અમીન છે તે મીડિયા સામે આવ્યા અને તેમણે સુનૈનાની દરેક વાતને યોગ્ય ગણાવીને કહ્યુ કે હા, રોશન પરિવાર અમારો સંબંધ નથી કબૂલી રહ્યો અને તે સુનૈના સાથે ઘણો ખોટો વ્યવહાર કરી રહ્યા છે. રુહેલે આ સાથે રોશન ફેમિલી પર જાહિલપણાનો આરોપ લગાવ્યો હતો પરંતુ આ હોબાળા દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે અને તે એ કે એવુ કહેવાઈ રહ્યુ છે કે સુનૈનાને ખૂબ જ પ્રેમ કરવાનો દાવો કરનાર રુહેલ અમીન પરિણીત છે.

રુહેલ અમીન પહેલેથી જ પરિણીત છે...
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યુ છે કે રોશન પરિવારના એક નજીકના સૂત્રનું કહેવુ છે કે રોશન પરિવારને એ શંકા છે કે રુહેલ અમીન પહેલેથી જ પરિણીત છે અને તેના બાળકો પણ છે. આ જ કારણ છે કે રાકેશ રોશન, તેની પત્ની પિંકી રોશન અને તેના ભાઈ ઋતિક રોશન, સુનૈનાના આ સંબંધની વિરોધમાં છે. કહેવાય છે કે રુહેલ એક જર્નાલિસ્ટ છે અને પહેલેથી જ પરિણીત છે, તે નોર્થ કાશ્મીરનો રહેવાસી છે અને દિલ્લીમાં કોઈ ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરે છે.

રુહેલ અમીને રોશન પરિવાર માટે કહ્યા હતા આ શબ્દ
જ્યારે આ પહેલા જ્યારે રુહેલ અમીને ન્યૂઝ 18 સાથે આ વિશે વિસ્તારથી વાતચીત કરી હતી ત્યારે તેણે પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કંઈ કહ્યુ નહોતુ પરંતુ તેણે સ્વીકાર કર્યો હતો કે તે અને સુનૈના રિલેશનશિપમા છે, તેમણે આ સમગ્ર ઘટનાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવીને કહ્યુ કે કોઈને પણ માત્ર એટલા માટે આતંકવાદી ગણાવી દેવો કારણકે તે એક ખાસ ધર્મમાંથી આવે છે તે ખૂબ જ અપમાનજનક છે અને તેની હું કડક શબ્દોમાં નિંદા કરુ છુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
