Pics : બેશરમ પુત્ર માટે પહેલી વાર પોલીસ બન્યાં ઋષિ
મુંબઈ, 31 જુલાઈ : દબંગ ફૅમ અભિનવ કશ્યપની ફિલ્મ બેશરમમાં પ્રથમ વખત તે થવા જઈ રહ્યું છે કે જે છેલ્લા ચાલીસ વર્ષોમાં નહોતું થયું. આપ વિચારતાં હશો કે એવું તો શું થવા જઈ રહ્યું છે?
તો આપને જણાવી દઇએ કે ઋષિ કપૂર પોતાના ચાલીસ વર્ષના બૉલીવુડ કૅરિયરમાં પ્રથમ વાર પોલીસ વાળાની ભૂમિકામાં નજરે પડવાનાં છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે અભિનવ કશ્યપે મીડિયાને જણાવ્યું - હું ફિલ્મમાં પોલીસ વાળાની ભૂમિકા માટે કોઇક ઉંમરલાયક અભિનેતાની શોધમાં હતો. જ્યારે હું ફિલ્મ અંગે રણબીર કપૂર સાથે ચર્ચા કરી રહ્યો હતો, ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે ઋષિ કપૂરે પોતાના 40 વર્ષના કૅરિયરમાં પોલીસ વાળાની ભૂમિકા ક્યારેય નથી ભજવી. એટલે મેં તેમની જ પસંદગી કરી નાંખી.
અભિનવ કશ્યપે જણાવ્યું - બેશરમ ફિલ્મની સ્ટારકાસ્ટ જ ફિલ્મની યૂએસપી છે. મને સમ્પૂર્ણ વિશ્વાસ છે કે લોકોને આ ફિલ્મ જરૂર ગમશે. નોંધનીય છે કે અભિનવ કશ્યપની આ ફિલ્મમાં રણબીર કપૂરનો રેટ્રો લુક છે કે જે તાજેતરમાં જ જારી કરવામાં આવ્યું છે. ફર્સ્ટ લુકમાં જ રણબીર કપૂર એક વિચિત્ર વેશભૂષામાં લાલ કલરની કારની ડેકી ઉપર બેઠેલા દેખાય છે. તાજેતરમાં જ જારી થયેલ નવા પોસ્ટરમાં પણ રણબીર કર્ઝમાં ઋષિ કપૂરના ગીત ઓમ શાંતિ ઓમ... ના જેવા ડ્રેસ લુકમાં દેખાય છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો છે :

પપ્પાની કૉપી કરશે રણબીર
બેશરમમાં રણબીર એવા જ કપડાંમાં નજરે પડનાર છે કે જેવા ઋષિએ કર્ઝ ફિલ્મના હિટ ગીત બજાઓ ઢોલ ઓમ શાંતિ ઓમ...માં પહેર્યા હતાં.

રણબીરનો રેટ્રો લુક
ફિલ્મમાં રણબીર કપૂરનો રેટ્રો લુક છે કે જે તાજેતરમાં જ જારી કરવામાં આવ્યું છે. ફર્સ્ટ લુકમાં જ રણબીર કપૂર એક વિચિત્ર વેશભૂષામાં લાલ કલરની કારની ડેકી ઉપર બેઠેલા દેખાય છે.

ફૅમિલી ફિલ્મ બેશરમ
બેશરમમાં રણબીર સાથે તેમના મમ્મી-પપ્પા એટલે કે નીતૂ સિંહ અને ઋષિ કપૂર છે.

સાચે જ બેશરમ છે રણબીર
કૅટરીના કૈફ સાથે જે રીતે સ્પેનના એક બીચ ઉપર રણબીરની મસ્તી કરતી તસવીરો લીક થઈ છે, તેનાથી લાગે છે કે રણબીર કપૂર સાચે જ બેશરમ થઈ ગયાં છે.

ખુશ છે રણબીર
રણબીરે જણાવ્યું કે તેઓ મમ્મી-પપ્પા સાથે કામ કરી બહુ ખુશ છે. તેમને તેમના ભાગ્ય ઉપર ગૌરવ છે કે તેમને મમ્મી-પપ્પા સાથે રૂપેરી પડદે આવવાની તક મળી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
