આરાધ્યાનું કૅરિયર આરાધ્યાની ચૉઇસ : અભિષેક બચ્ચન
મુંબઈ, 4 ફેબ્રુઆરી : બૉલીવુડ સ્ટાર્સ મોટાભાગે પોતાના માતા-પિતાની જેમ જ પોતાના કૅરિયર તરીકે એક્ટિંગની પસંદગી કરે છે, પરંતુ જરૂરી નથી કે જો માતા-પિતાનું બૉલીવુડ કૅરિયર શ્રેષ્ઠ રહ્યું હોય, તો બાળકોનું પણ કૅરિયર તેટલી જ બુલંદીએ પહોંચે. અભિષેક બચ્ચન આ બાબતથી સારી રીતે વાકેફ છે, કારણ કે તેમની પોતાની સાથે એવું જ થયું હતું. અમિતાભ બચ્ચનના પુત્ર હોવાનો ફાયદો તો તેમને મળ્યો, પણ અમિતાભ જેવી સફળથા ક્યારેય અભિષેકને મળી નહીં.

હવે અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચનના કૅરિયર અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. લોકો અભિષેકને પૂછી રહ્યાં છે કે આરાધ્યા મોટી થઈ શું બનશે? જવાબમાં અભિષેકનું કહેવું છે કે આ નિર્ણય પૂર્ણત્વે આરાધ્યાનો જ હશે. અભિષેકે એમ પણ જણાવ્યું કે તેઓ અને ઐશ્વર્યા રાય માત્ર આરાધ્યાને પ્રેમ, સારું શિક્ષણ તથા માર્ગદર્શન આપશે.
અભિષેક બચ્ચને તાજેતરમાં જ ઋતુ બેરીના ફૅશન શોમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી નોંધાવી. ઋતુ બેરીનો આ ફૅશન શો બાળકો માટે હતો કે જેમાં ઋતુએ બાળકો માટે નવા-નવા કલેક્શનનો શો-કેસ કર્યો. અભિષેક બચ્ચનને શો દરમિયાન પૂછવામાં આવ્યું કે વ્હાલી આરાધ્યા કેમ રૅમ્પ આવ્યા નહીં? તો અભિષેકે જણાવ્યું - મને અહીં આવી ખૂબ સારૂ લાગ્યું. હું એક ફિલ્મ એક્ટર છું અને આ બાળકો મોટેરાઓ કરતાં પણ સારૂ કરી રહ્યાં છે. મારી પુત્રી અંગે હું એમ કહી શકું કે તે બાબત પૂરી રીતે આરાધ્યાની ચૉઇસ ઉપર નિર્ભર રહેશે કે તેણે કયું કૅરિયર પસંદ કરવું જોઇએ. હાલ તે દુબઈમાં છે અને ખૂબ નાની છે, પરંતુ મને પુરતો વિશ્વાસ છે કે આ પ્રકારના સારા કામોમાં સહકાર આપવાનું આરાધ્યા પણ મોટી થતાં પસંદ કરશે.
અભિષેક બચ્ચને શો દરમિયાન એક ત્રણ વર્ષની નાનકડી બાળકી કે જે પોતાના જૂતાના લેસ બાંધ્યા વગર રૅમ્પ વૉકે આવી ગઈ, તેની પાસે જઈ તેના જૂતાના લેસ બાંધ્યાં. બાળકી પોતાના જૂતાના લિસ ખુલ્લા જોઈ રૅમ્પ ઉપર રડવા લાગી હતી. અભિષેક બાળકીને રડતા જોઈ પોતાની જાતને રૅમ્પ પર જતાં રોકી ન શક્યાં. અભિષેકે પોતે તે બાળકીના જૂતાના લેસ બાંધ્યા અને બાળકીને ચુપ કરાવી. શો બાદ અભિષેક બચ્ચને બાળકો સાથે ડાંસ પણ કર્યો અને ઘણો વખત પણ પસાર કર્યો. અભિષેકે જણાવ્યું - મને બાળકો ખૂબ ગમે છે. તેમને રૅમ્પ ઉપર વડીલો કરતાં બહેતર વૉક કરતાં જોવા જેવી મજાની બાબત કઈં ન હોઈ શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
