અમિતાભની દોહિત્રીની બર્થડે પાર્ટીનો Video વાયરલ, જુઓ શું કરી રહી છે આરાધ્યા
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાના જન્મદિવસનો વીડિયો વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં નાની આરાધ્યા પણ છે.
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા 21 વર્ષની થઈ ગઈ છે. નવ્યા શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની પુત્રી છે. પુત્રીના જન્મદિવસ પર મા શ્વેતા બચ્ચને તેના માટે એક ભાવુક પોસ્ટ લખી છે. નવ્યાના મામા અભિષેક બચ્ચને પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્યારી ભાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે જેમાં તે પોતાના પરિવાર સાથે જન્મદિવસ મનાવી રહી છે. આ વીડિયોમાં નાની આરાધ્યા પણ છે.

કેક પરથી નજર નથી હટી રહી આરાધ્યાની
6 ડિસેમ્બરે 21 વર્ષની થયેલી અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ પોતાનો જન્મદિવસ પરિવાર અને નજીકના દોસ્તો સાથે મનાવ્યો. તેની બર્થડે પાર્ટીનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે નાની આરાધ્યા પોતાની દીદીની બર્થડે કેક જોઈને એટલી ખુશ છે કે પોતાની નજરો ત્યાંથી હટાવી શકતી નથી.

ઈન્ટરનેટ પર વાયરલ થયો આ વીડિયો
નવ્યા પોતાના સમગ્ર પરિવાર સાથે કેક કાપી રહી છે. તેની સાથે તેના માતાપિતા શ્વેતા બચ્ચન અને નિખિલ નંદા છે. મામી ઐશ્વર્યા રાય બચ્ચન પણ બાજુમાં ઉભી છે. વળી, નવ્યાની બાજુમાં નાની આરાધ્યા ઉભી છે. જેની નજરો માત્ર નવ્યાની કેક પર ટકેલી છે. બંનેનો આ ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. ફેન્સે નવ્યાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

મા અને મામએ આ રીતે કર્યુ નવ્યાને બર્થડે વિશ
પુત્રીના જન્મદિવસ પર શ્વેતા બચ્ચન નંદાએ ઈન્સ્ટાગ્રામ પર તેના બાળપણનો ફોટો શેર કરતા લખ્યુ, ‘અમે બંને સાથે મોટા થયા. જન્મદિવસ મુબારક હો, નવ તુ બધુ સરળ બનાવી દે છે, ત્યારે પણ જ્યારે બધુ સરળ નથી હોતુ.' અભિષેક બચ્ચને પણ પોતાની પ્રેમાળ ભાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે લખ્યુ, ‘દુનિયાના સૌથી કુલ બાળકને જન્મદિવસ મુબારક હો. મારી મુઠ્ઠીમાં આવી જવાથી માંડીને મારી સૌથી સારી દોસ્ત બનવા સુધી, તુ હંમેશા મામુની સૌથી પ્યારી રહી. ક્યારેક ન બદલાતી.'
View this post on InstagramHappy birthday lovely ❤✨ #NavyaNaveli #NavyaNaveliNanda #NavyaNanda #NaveliNanda
A post shared by Navya ✨⭐ (@navyanandax) on
View this post on InstagramA post shared by S (@shwetabachchan) on
View this post on InstagramA post shared by Abhishek Bachchan (@bachchan) on
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
