ઓવરસીઝ : આમિરની ટી સલમાનની ઈટીટી પર ભારે
મુંબઈ, 4 ડિસેમ્બર : આમિર ખાનની તાજેતરમાં રિલીઝ ફિલ્મ તલાશ હાલ સારો બિઝનેસ કરી રહી છે. સમીક્ષકો તરફથી ફિલ્મ અંગે મિશ્ર પ્રત્યાઘાત સાંપડે છે તો ઓવરસીઝ માર્કેટમાં તેણે સારી શરુઆત કરી છે. પ્રથમ વીકેન્ડની વાત કરીએ તો તલાશે 43 દેશોમાં 27.57 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. અત્યાર સુધી ઓપનિંગ રેકૉર્ડ સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગરના નામે હતો, પરંતુ આમિર ખાને ઓપનિંગ રેકૉર્ડમાં સલમાનને માત આપી દીધી છે. આમ કહી શકાય કે આમિરની ટી સલમાનની ઈટીટી પર ભારે પડી છે.

તલાશ ગત 29મી નવેમ્બરના રોજ અમેરિકાની 172 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે જ્યારે ઘરેલુ બજારની વાત કરીએ તો આ ફિલ્મે પ્રથમ જ દિવસે 150 રુપિયા કમાવ્યા હતાં. તલાશે યુએઈમાં 7.67 કરોડનો બિઝનેસ કર્યો છે જ્યારે યુકે અને આયર્લૅન્ડમાં 3.37 કરોડ રુપિયાની કમાણી થઈ છે. ઑસ્ટ્રેલિયામાં તલાશે 1.81 કરોડ તેમજ ન્યુઝીલૅન્ડમાં 42.73 કરોડ રુપિયા કમાવ્યાં છે.
રીમા કાગતી દિગ્દર્શિત ફિલ્મમાં આમિર ખાન, રાણી મુખર્જી અને કરીના કપૂર લીડ રોલમાં છે. કમાણીના આ આંકડા પણ બતાવે છે કે આવનારા દિવસોમાં પણ ફિલ્મ સારો બિઝનેસ કરશે.
જો છેલ્લા રેકૉર્ડની વાત કરીએ તો અગાઉ ઓવરસીઝ વીકેન્ડ બિઝનેસમાં શાહરુખ ખાનની જબ તક હૈ જાન ફિલ્મે 41 કરોડનો બિઝનેસ કર્યો હતો કે જે આ સિરીઝમાં ટોચે છે જ્યારે સલમાનની એક થા ટાઇગર ફિલ્મ નંબર ટુ પૉઝિશને હતી. તેણે 21 કરોડની કમાણી કરી છે, પરંતુ આમિરની તલાશે સલમાનને પછાડી બીજો નંબર હાસલ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
