બાહુબલી 2 સાથે જબરજસ્ત ટક્કર, 1000 કરોડ ક્લબમાં સામેલ થશે આ ફિલ્મ
આ વર્ષ દિવાળી પર સૌથી મોટો ધડાકો કરવા તૈયાર છે આમીર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન. રોજે રોજ આ ફિલ્મ અંગે નવી નવી વાતો સામે આવી રહી છે.
આ વર્ષ દિવાળી પર સૌથી મોટો ધડાકો કરવા તૈયાર છે આમીર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન. રોજે રોજ આ ફિલ્મ અંગે નવી નવી વાતો સામે આવી રહી છે. કેટલાક દિવસો પહેલા સામે આવ્યુ કે બજેટ અને ભવ્યતા મામલે આ ફિલ્મ બાહુબલી 2ને ટક્કર આપશે. તો હવે વધુ એક મુદ્દે આમીર ખાનની આ ફિલ્મ બાહુબલી 2ને ટક્કર આપવા જઈ રહી છે. મનાઈ રહ્યું છે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આમીર ખાનની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં કંઇક આવો હશે કેટરિનાનો લૂક!
યશરાજ બેનરે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ બનાવવા પાછળ જેટલો ખર્ચ કર્યો છે, તેટલો જ ખર્ચો ફિલ્મને મોટા સ્તર પર રિલીઝ કરવા માટે થશે. મનાઈ રહ્યું છે કે આ ફિલ્મ યશરાજ બેનરની અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ હશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તામિલ, અને તેલુગુમાં પણ ડબ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી પણ હિંદી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. આટલી મોટી રિલીઝ સાથે આ ફિલ્મને અત્યારથી જ 1000 કરોડ ક્લબમાં માની લેવાઈ છે.
આ પણ વાંચો: દંગલ ગર્લ ફાતિમા સના શેખના બિકિની ફોટો પર થયો વિવાદ!!
ફિલ્મ માટે બે મોટા જહાજનું નિર્માણ કરાયઈ રહ્યું છે, જેનું વજન જ 2 લાખ કિલોગ્રામ છે. આ જહાજ બનાવવા પાછળ જ કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમીર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કેફ અને ફાતીમ સના શેખ મુખ્ય પાત્રમાં છે. યશરાજ બેનરની આ સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ 200 કરોડ નક્કી કરાયું છે. ચાલો જાણીએ ફિલ્મ વિશે કેટલીક મજેદાર વાતો.

દિવાળીમાં થશે રિલીઝ
આમીર ખાને આ વખતે ક્રિસમસ છોડીને દિવાળીમાં ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. કારણ કે દિવાળીના તહેવારોનો ફાયદો ફિલ્મને મળશે જ મળશે.

બે દેશમાં એક સાથે થશે રિલીઝ
ચીન અને ભારતમાં એક સાથે રિલીઝ એટલે પૈસાનો વરસાદ. પહેલા જ વીક એન્ડમાં ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી જશે તેમાં શંકાને સ્થાન નથી. ભારતમાં 100 કરોડ અને ચીનમાં 200 કરોડ

મેહરાનગઢનો કિલ્લો
જોધપુર સ્થિત મેહરાનગઢના કિલ્લામાં ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ક્લાઈમેક્સનું શૂટિંગ થયું છે. અહીં પહેલા પણ બોલીવુડ અને હોલીવુડની કેટલીક ફિલ્મો શૂટ થઈ ચૂકી છે. કંગના રનૌતની મણિકર્ણિકા, શુદ્ધ દેસી રોમાન્સ, હમ સાથ સાથ હૈ, આવારાપન જેવી ફિલ્મોનું શૂટિંગ અહીં થઈ ચૂક્યુ છે. તો હોલીવુડની ફિલ્મ ‘ધ ડાર્ક નાઈટ રાઈઝિસ' પણ અહીં શૂટ થઈ ચૂકી છે.

પિરીયડ ડ્રામા ફિલ્મ
ફિલ્મમાં આમીર ખાનની સાથે, બિગ બી, ફાતીમા સના શેખ અને કેટરીના કૈફ મુખ્ય પાત્રમાં છે. આ એક પિરીયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ફાતીમાના પાત્રની આસપાસ ફરે છે.

આમીર ખાન-અમિતાભ આમને સામને
રિપોર્ટસ મુજબ આ ફિલ્મમાં આમીર ખાન અને બિગ બી સામ સામે જબરજસ્ત એક્શન સીન્સ કરતા દેખાશે. આ માટે બંને અભિનેતાઓએ તલવારબાજીની તાલીમ લીધી છે. આ એક્શન સીન્સ ફિલ્મની હાઈલાઈટ બનવાના છે.

હોલીવુડની ફિલ્મ પરથી પ્રેરિત
મનાઈ રહ્યું છે કે આ ફિલ્મ હોલીવુડની પાઈરેટ્સ ઓફ કેરેબિયનથી પ્રેરિત છે. જો કે આમીર ખાને આ વાત ફગાવી દીધી છે. પરંતુ જો આ વાત સત્ય છે તો ફિલ્મને લઈ ફેન્સનું આકર્ષણ બેવડાઈ શકે છે.

25 પાકિસ્તાની આર્ટીસ્ટ
આ ફિલ્મમાં 25 પાકિસ્તાની આર્ટીસ્ટ કામ કરી રહ્યા છે, જે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભારતીય સૈનિકો અને ઠગ બન્યા છે. એટલે જ ફિલ્મનું શૂટિંગ પણ માલ્ટામાં થઈ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
