દીવાળી બાદ વધુ બે ખાન... પૂછો કોણ?
મુંબઈ, 10 નવેમ્બર : હા જી. નવેમ્બર માસ આ વખતે તહેવારો સાથે લાવ્યું છે. ઝળઝળાતી દીવાળીનો તહેવાર કાયમ આશાઓ પેદા કરે છે, પરંતુ આ વખતે દીવાળી બૉક્સ ઑફિસે જંગલ લઈને આવી છે. એક બાજુ 13મી નવેમ્બર દીવાળીના દિવસે રિલીઝ થનાર શાહરુખ ખાનની ફિલ્મ જબ તક હૈ જાન અને અજય દેવગણની સન ઑફ સરદાર અંગે પંગો થઈ રહ્યો છે, તો બીજી બાજુ દીવાળી બાદ 30મી નવેમ્બરે બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાનની તલાશ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

શાહરુખ માટે આ સમય કોઈ અગ્નિ-પરીક્ષાથી ઓછો નથી, કારણ કે જેટીએચજેને રિલીઝ થતાની સાથે સન ઑફ સરદાર અને રિલીઝ થયાં બાદ તલાશની જોરદાર ટક્કર મળવાની છે. વર્ષ 2008માં એવું જ થયુ હતું. શાહરુખની રબ ને બના દી જોડી રિલીઝ થઈ હતી. ફિલ્મ ધીરે-ધીરે ઝડપ પકડતી હતી કે આમિરની ફિલ્મ ગઝની રિલીઝ થઈ હતી. ગઝનીએ પણ રબ ને બના દી જોડીનું માર્કેટ ડાઉન કરી નાંખ્યુ હતું. ખેર જોઇએ કે આમિર ખાન પોતાની તલાશથી ચાર વરસ અગાઉનો કારનામો દોહરાવી શકશે કે નહિં?
આપને જણાવી દઇએ કે રેડ લાઇટ એરિયાના દર્દને શોધતી રીમા કાગતીની તલાશમાં આમિર ખાન એક પોલીસ ઇંસ્પેક્ટરના પાત્રમાં છે. ફિલ્મમાં તેમની સાથે રાણી મુખર્જી અને કરના કપૂર પણ છે. ફિલ્મ કરીના માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે લગ્ન બાદ તેમની આ પ્રથમ ફિલ્મ છે. કહી શકાય કે દીવાળી બાદ બે વધુ ખાનો આપી સામે હશે. એક આમિર ખાન અને બીજાં કરીના સૈફ અલી ખાન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
