વસ્તુ દમદાર હોય તો વેચાય જ : આમિર
મુંબઈ, 20 નવેમ્બર : તેમને બૉક્સ ઑફિસ રેકૉર્ડ ઉપર ભરોસો નથી અને તેઓ સો કરોડ ક્લબમાં જોડાવા પણ નથી માંગતાં. તેઓ ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટીને વધુ મહત્વ આપે છે અને તેમનું માનવું છે કે જો વસ્તુ સારી હોય તો તે આપોઆપ બૉક્સ ઑફિસે વેચાય જ છે. આપ સમજી ગયા હશો કે અમે કોની વાત કરીએ છીએ. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ એટલે કે આમિર ખાનની.

આમિર ખાનની ફિલ્મ તલાશ આ માસના અંતે 30મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત આમિરે એક ઇવેન્ટ દરમિયાન જણાવ્યું કે જ્યારે આપની વસ્તુમાં દમ હોય, તો તે વસ્તુ લોકોને કોઈ પણ હિસાબે પસંદ આવશે જ. તલાશ એક બહેતરીન ફિલ્મ છે કે જે રીમા કાગતીએ ખૂબ જ ખૂબીપૂર્વક બનાવી છે. તેમની ધગશનું જ પરિણામ છે કે અમે એક સારી વાર્તા ઉપર કામ કરી શક્યાં. મને આશા છે કે આ ફિલ્મ લોકોને જરૂર પસંદ પડશે.
નોંધનીય છે કે તલાશ ફિલ્મમાં આમિર ખાન એક પોલીસ ઇંસ્પેક્ટરના પાત્રમાં છે. ફિલ્મમાં તેમની સાથે રાણી મુખર્જી અને કરીના કપૂર છે. ફિલ્મમાં કરીનાએ એક વેશ્યાનો રોલ કર્યો છે, તો રાણી આમિરના પત્ની બન્યાં છે. ફિલ્મ એક સસ્પેંસ થ્રિલર છે. ફિલ્મનું પ્રોમો લોકોને ખાસુ પસંદ પડ્યું છે અને આશા સેવાઈ રહી છે કે ફિલ્મ આમિરની વધુ એક બહેતરીન ફિલ્મ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
