ડોન સાથે સંબંધ રાખનાર અભિનેત્રીનો 80 ના દાયકાનો ટોપલેસ સીન
80 ના દાયકામાં જ્યારે અભિનેત્રીઓનું એક્સપોઝ કરવુ ઘણી હિંમતની વાત માનવામાં આવતી હતી... તે સમયમાં પોતાના ટોપલેસ સીનથી ચકચાર જગાવનાગ અભિનેત્રી આજે પોતાનો 49 મો જન્મદિવસ મનાવી રહી છે.
80 ના દાયકામાં જ્યારે અભિનેત્રીઓનું એક્સપોઝ કરવુ ઘણી હિંમતની વાત માનવામાં આવતી હતી... તે સમયમાં પોતાના ટોપલેસ સીનથી ચકચાર જગાવનાગ અભિનેત્રી આજે પોતાનો 49 મો જન્મદિવસ મનાવી રહી છે. સફેદ સાડીમાં આ અભિનેત્રીના બોલ્ડ સીને તહેલકો મચાવી દીધો હતો. વળી તેના અફેરે પણ ઘણો હોબાળો કર્યો હતો. ડોન સાથેના અફેરની ચર્ચાઓ એવી તો થઈ કે આ અભિનેત્રીનુ કેરિયર જોખમમાં મૂકાઈ ગયુ. ખૂબ જ સુંદર હોવાની સાથે તેના એક્ટિંગ ટેલેન્ટે આ અભિનેત્રીને 80 ના દાયકાની સુપરસ્ટારની લિસ્ટમાં શામેલ કરી દીધી હતી.
અમે વાત કરી રહ્યા છીએ બોલ્ડ અને બ્યુટીફૂલ એક્ટ્રેસ મંદાકિનીની... ભૂરી આંખો અને હોટ અંદાજથી મંદાકિનીએ તે સમયમાં બધાને દિવાના કરી દીધા હતા. વળી, ફિલ્મો ઉપરાંત મંદાકિની પોતાની પર્સનલ જિંદગી માટે પણ ઘણી ચર્ચાઓમાં રહી હતી. મંદાકિનીનું સાચુ નામ યાસ્મીન જોસેફ હતુ. તેણે 16 વર્ષની ઉંમરમાં પહેલી ફિલ્મ રાજકપૂરની 'રામ તેરી ગંગા મેલી' કરી હતી. આ ફિલ્મમાં સફેદ સાડીમાં તેના એક ટોપલેસ સીને બબાલ મચાવી દીધી હતી. મંદાકિનીએ 1990 માં ડૉ. કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા હતા.

મંદાકિનીનું ડોન સાથે અફેર
મંદાકિની અને અંડરવર્લ્ડના સૌથી ખતરનાક ડોન દાઉદ ઈબ્રાહીમના અફેર અંગે જબરદસ્ત સમાચારો ઉડ્યા હતા. તે ઘણી વાર દાઉદ સાથે સ્પોટ પણ થઈ હતી. ત્યાં સુધી કહેવામાં આવતુ હતુ કે તે દાઉદની પત્ની છે. જો કે મંદાકિનીએ ક્યારેય આ સમાચારોને સાચા ગણાવ્યા નથી. તેમનુ કહેવુ હતુ કે ના તો એ તેને જાણે છે ના તો એની સાથે કોઈ કનેક્શન છે. માત્ર મંદાકિની જ નહિ પરંતુ બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ અંડરવર્લ્ડના જાણીતા લોકો સાથે કનેક્શન રાખીને સમાચારોમાં છવાયેલા રહી ચૂક્યા છે. આગળ જાણો આવા જ બીજા સ્ટાર્સ વિશે કેટલીક ખાસ વાતો અને જુઓ તેમના ચોંકાવનારા ફોટા -

સંજય દત્ત
સંજૂ બાબા અંડરવર્લ્ડ સાથે કનેક્શન માટે જાણીતા છે. આનો ઉલ્લેખ તેની બાયોપિકમાં પણ કરવામાં આવ્યો હતો.

સલમાન સાથે વાયરલ
દાઉદ ઈબ્રાહીમ અને સલમાન ખાનનો આ ફોટો ઘણો ફેમસ થયો હતો. એવુ માનવામાં આવે છે કે સલમાન ખાનની ચોરી ચોરી ચૂપકે ચૂપકેમાં અંડરવર્લ્ડ ડોને પૈસા લગાવ્યા હતા.

અનિલ કપૂર પણ ફસાયા
ઘણા બોલિવિડ સિતારાઓ આ ચક્કરમાં જાણતા અજાણતા ફસાયા છે. અનિલ કપૂરનો આ ફોટો પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

દાઉદ ઈબ્રાહીન અને અનિતા અયુબ
અનિતા અયુબ એક મોડેલ હતી અને દાઉદની ખૂબ નજીક હતી. દાઉદે પ્રોડ્યુસર જાવેદ સિદ્દીકીને તેને કાસ્ટ કરવા માટે પણ કહ્યુ હતુ અને તેણે ના પાડવાના કારણે જાવેદ સિદ્દીકીનું ખૂન થઈ ગયુ હતુ.

અબુ સાલેમ અને મોનિકા બેદી
મોનિકા બેદીનું કેરિયર અબુ સાલેમની દેન હતી. બંનેન ધરપકડ બાદ મોનિકાએ પોતાનો સંબંધ ખતમ કરી દીધો, સરેન્ડર કર્યુ અને પોતાની સજા પૂરી કરી. આજે મોનિકા બેદી ફરીથી એકવાર ટીવી પર જોવા મળી રહી છે.

હાજી મસ્તાન અને સોના
હાજી મસ્તાન મુંબઈનો જાણીતો ડોન હતો. તેણે સોના નામની હિરોઈન સાથે લગ્ન કર્યા હતા કે જે મધુબાલા જેવી લાગતી હતી. તેની કહાની પર અજય દેવગણ સ્ટારર વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ પણ બનાવવામાં આવી હતી.

સુનીલ દત્ત
હાજી મસ્તાન સાથે સુનીલ દત્તનો એક ફોટો

ઋષિ કપૂરની મુલાકાત
ઋષિ કપૂર પોતાની બાયોગ્રાફીમાં ઉલ્લેખ કરી ચૂક્યા છે કે જ્યારે તે 86 માં દુબઈ ગયા હતા તો દાઉદે તેમને ચા પીવી બોલાવ્યા હતા. અને તે ગયા હતા કારણકે તેમને એ ખબર નહોતી કે થોડા વર્ષોમાં તે ભારતનો વિનાશ કરી દેશે.

મમતા કુલકર્ણી અને વિક્કી ગોસ્વામી
કહેવામાં આવે છે કે બોલિવુડમાં જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીના અંડરવર્લ્ડ ડોન વિક્કી ગોસ્વામી સાથે કનેક્શન હતુ. મમતા કુલકર્ણીને બે વર્ષ પહેલા માદક દ્રવ્યના વેપારી વિક્કી ગોસ્વામી સાથે જોડાયેલા કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી. પોલિસે દાવો કર્યો હતો કે તે ડ્રગ કારોબારની ગેરકાયદેસર ગતિવિધિઓમાં સંપૂર્ણપણે શામેલ હતી.

શાહરૂખ ખાન છોટા શકીલ
શાહરૂખ ખાને માન્યુ હતુ કે તેણે છોટા શકીલ સાથે વાત કરી હતી અને અંડરવર્લ્ડથી મળતી ધમકીઓ પણ કબૂલ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
