7 reasons : કેમ આ વર્ષની બ્લૉકબસ્ટર ફિલ્મ બની શકે છે પીકે?
મુંબઈ, 20 નવેમ્બર : આમિર ખાનની આગામી ફિલ્મ પીકે 19મી ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ પોતાના પ્રથમ પોસ્ટર સાથે જ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે, તો ફિલ્મના ટીઝરે લોકોની ઉત્સુકતા ઓર વધારી દીધી છે. રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત અનુષ્કા શર્મા, સંજય દત્ત, સુશાંત સિંહ રાજપૂત અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકાઓમાં છે.
પીકે ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં આમિર ટ્રાંઝિસ્ટર સાથે નજરે પડ્યાં કે જેમાં તેઓ ન્યુડ હતાં. પહેલા જ પોસ્ટરથી પીકે ચર્ચામાં આવી ગઈ. ફિલ્મના ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે, પરંતુ માત્ર આમિર જ નહીં, બલ્કે અમે અહીં એવા સાત કારણો આપને ગણાવવા જઈ રહ્યા છીએ કે જે પીકેને આ વર્ષની બ્લૉકબસ્ટર ફિલ્મ સાબિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
તો પછી ફેરવો સ્લાઇડર અને જાણો પીકેના બ્લૉકબસ્ટર બનાવી શકે તેવા 7 કારણો :

ક્રિસમસ રિલીઝ
ક્રિસમસ રિલીઝ આમિર માટે મહત્વની હોય છે. તેમની છેલ્લી ત્રણ ફિલ્મો 3 ઈડિયટ્સ, ગઝની અને ધૂમ 3 ક્રિસમસ પ્રસંગે રિલીઝ થઈ અને સુપરહિટ રહી. પીકે પણ ક્રિસમસ પ્રસંગે જ રિલીઝ થઈ રહી છે. અહીં સુધી કે આમિરે ટ્વિટર પર પણ પોસ્ટ કર્યુ હતું - પીકેની રિલીઝ ડેટ ફાઇનલી લૉક થઈ ચુકી છે... આ ક્રિસમસે... માય લકી ડેટ... જય હો!!

પોસ્ટર/એક્ટર્સ લુક
પીકેના પોસ્ટર્સ અને ટીઝરે ખૂબ ચર્ચા મેળવી છે. અહીં સુધી કે આમિરના ફર્સ્ટ લુકથી જ પીકે મીડિયા એંટેશન પામી રહી છે. પહેલા પોસ્ટરમાં જ હીરો ન્યુડ દેખાયા હતાં. ટીઝરે પણ લોકોની ઉત્સુકતા વધારી છે. આમિર જ નહીં, પણ અનુષ્કાનો બદલાયેલો લુક અને સંજય દત્તનો રાજસ્થાની લુક પણ આકર્ષી રહ્યો છે. આ બધી બાબતો લોકોને પીકે જોવા મજબૂર કરશે.

સૌથી લાંબુ કિસિંગ સીન
હા જી, આમિર અને કિસ... પીકેમાં આમિર-અનુષ્કા વચ્ચે એક કિસિંગ સીન ફિલ્માવાયું છે. કહે છે કે આ હિન્દી સિનેમાનું સૌથી લાંબુ કિસિંગ સીન હશે. હવે આ ખુલાસો તો ફિલ્મ જોતા જ થશે.

અનુષ્કા-આમિરની જોડી
અનુષ્કાએ અત્યાર સુધી શાહરુખ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સાથે જોડી બનાવી છે. પહેલી વખત નવા લુકમાં તેઓ આમિર સાથે દેખાશે. પોસ્ટર-ટીઝરમાં આમિર-અનુષ્કાની કેમેસ્ટ્રી લોકોને ગમી છે. હવે લોકોને ઑન-સ્ક્રીન જોવાનો ઇંતેજાર છે.

રાજૂ-સંજૂ
રાજકુમાર હીરાણી અને સંજય દત્તની જોડી લાજવાબ છે. મુન્નાના પાત્રને આપણે આજ સુધી ક્યાં ભુલ્યા છીએ. મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો આપનાર રાજકુમાર હીરાણીની ફિલ્મમાં પુનઃ એક વાર સંજય દત્ત દેખાશે. ભલે તેઓ લીડ રોલમાં નથી, પણ આશા છે કે દર્શકોને હસાવવા અને લાગણીશીલ કરવામાં સંજૂ જરૂર સફળ રહેશે.

રાજૂ-આમિર
સંજયની જેમ જ આમિર સાથે પણ રાજકુમાર હીરાણી કમ્ફર્ટેબલ દેખાય છે. 3 ઈડિયટ્સની સફળતા બાદ આ જોડી પર આંગળી ચીંધી ન શકાય. દર્શકોને હવે 19મીનો ઇંતેજાર છે.

મેગાસ્ટાર્સ વચ્ચે સુશાંત
સુશાંત સિંહ રાજપૂતનું ફૅન લિસ્ટ પણ કોઈ નાનુ નથી. કાઇ પો છે અને શુદ્ધ દેસી રોમાંસમાં જાદૂ પાથરનાર સુશાંત પહેલી વખત આમિર-અનુષ્કા-સંજૂ જેવી મોટી સ્ટારકાસ્ટ સાથે દેખાશે. તેમને મેગાસ્ટાર્સ વચ્ચે જોવું રસપ્રદ હશે. ટીઝરમાં તેઓ વધુ નથી દેખાતાં, પણ ફૅન્સ તો પીકેમાં તેમનો ખાસ અંદાજ જોવા એક્સાઇટેડ રહેશે જ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
