આ રહ્યાં બિગ બૉસ 6ના સંભવિત ખેલાડીઓ
મુંબઈ, 6 ઑક્ટોબર : કલર્સના પ્રસિ્ધ રિયાલિટી શો બિગ બૉસ 5 શરૂ થવામાં હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે સૌથી વધુ તેના પ્રતિસ્પર્ધીઓ અંગે ચર્ચાઓ થઈ રહી છે.
અગાઉ અમે આપને જણાવ્યુ હતું કે કોના-કોના નામો બિગ બૉસ સાથે સાંકળવામાં આવ્યાં છે, પરંતુ તેઓ તેનો ભાગ નથી બની રહ્યાં. આજે અમે આપને જણાવીએ છીએ તેવા લોકો અંગે કે જેમની બિગ બૉસમાં આવવાની શક્યતા છે.
જો આ લોકો બિગ બૉસમાં શામેલ થાય તો શોના હોસ્ટ સલમાન ખાનનો પેલો દાવો સાચો ઠરશે કે જેમાં તેમણે જણાવ્યુ હતું કે આ વખતનો શો પૂર્ણત્વે ફૅમિલી શો હશે. શોનું પ્રસારણ 7મી ઑક્ટોબરથી દર રોજ રાત્રે નવ વાગે થશે.

અસીમ ત્રિવેદી
ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્ટૂન બનાવતાં દેશદ્રોહી ઠેરવાયેલા કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી બિગ બૉસ 6માં શામેલ થવાના છે તેવી ચર્ચા છે.

વિજેન્દ્ર કુમર
ઓલિમ્પિકમાં તો વિજેન્દ્ર કુમાર કઈં ખાસ ઉકાળી ન શક્યા. જોઇએ હવે તેમની બૉક્સિંગ બિગ બૉસમાં કઈ કમાલ કરી બતાવે છે.

શિરીષ કુંદર
જોકર જેવી ફ્લૉપ ફિલ્મ બનાવનાર તેમજ શાહરુખ ખાન તેમજ અક્ષય કુમાર સાથે પંગો લેનાર કોરિયોગ્રાફર ફરહા ખાનના પતિ શિરીષ કુંદર પણ બિગ બૉસમાં જોડાઈ શકે છે.

સતીશ શાહ
લાંબાગાળાથી પોતાની ફિલ્મો અને ટીવી સીરિયલોમાં લોકોને હસાવતા અભિનેતા સતીશ શાહનો પણ શોમાં સમાવેશ થઈ શકે છે.

મહેશ માંજરેકર
અભિનેતા, લેખક, દિગ્દર્શક તથા ડાંસર તરીકે નામ કમાવનાર મહેશ માંજરેકર જો બિગ બૉસમાં શામેલ થાય તો આશ્ચર્યની વાત નહિં હોય કારણ કે આ અગાઉ પણ તેઓ ઘણાં રિયાલિટી શોમાં ભાગ લઈ ચુક્યાં છે.

અરુણા ઈરાની
વીતેલા જમાનાના કૉમેડિયન, વૅપ તેમજ વર્તમાન દોરના મમતામયી માતા તથા ટીવી સીરિયલના દિગ્દર્શક અરુણા ઈરાની માટે કહેવાય છે કે તેઓ બિગ બૉસમાં આવી શકે છે.

આશુતોષ રાણા
બહેતરીન અભિનેતા આશુતોષ રાણા માટે પણ બિગ બૉસમાં શામેલ થવાની અટકળો છે.

લવ સિન્હા
બૉલીવુડના શૉટગન શત્રુઘ્ન સિન્હાના ફ્લૉપ પુત્ર લવ સિન્હા અંગે કહેવાય છે કે તેઓ બિગ બૉસ 6નો ભાગ બની શકે છે. સમાચાર તો એવાં પણ છે કે તેમના જોડકાં ભાઈ પણ શોમાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
