5 કારણ: ભૂલ કહેવાશે 'બજરંગી ભાઇજાન' નહીં જુઓ તો...
[બોલીવુડ] કબીર ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'બજરંગી ભાઇજાન' રિલીઝ થઇ ચુકી છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતાના ઝંડા રોપી રહી છે. ફિલ્મે બે દિવસમાં 63.75 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં સલમાન ખાન, કરીના કપૂર, નવાઝુદ્દીન સિદ્દિકી અને હર્ષાલી મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા અદા કરી છે.
જોકે ફિલ્મ ભારત અને પાકિસ્તાનના સંબંધો પર બનેલી છે. પરંતુ બીજી બોલીવુડ ફિલ્મોની જેમ તે ક્યાંય પણ લોકોના મનમાં કડવાશ નથી પેદા કરતી. જોકે કબીર ખાને ખૂબ જ ઇમોશનલ રીતે લોકોની સામે એક કલ્પના રાખી છે કે આવું પણ થઇ શકે છે.
અહીં અમે આપને એ પાંચ કારણો જણાવવા જઇ રહ્યા છીએ જેને જાણીને આપને થશે કે ફિલ્મ નહીં જોવી એક ભૂલ કહેવાશે...

સુપરસ્ટાર નહીં, એક્ટર સલમાન ખાન
જી, હા, ઘણા સમય પહેલા આપને સલમાન ખાનનો સુપરસ્ટાર અવતાર નહીં, પરંતુ સ્ક્રીન પર એક્ટર સલમાન ખાન દેખાશે. માટે આ ફિલ્મ જોવા માટે આપે સલમાન ખાનના ફેન હોવાની જરૂરત નથી. બજરંગી ભાઇજાન આપનું દિલ જીતી લેશે.

સીધા સાચા ડાયલોગ
ફિલ્મના ડાયલોગ દિલને ટચ કરી જાય તેવા છે. કબીર ખાન ડાયલોગ દ્વારા ક્યાંકને ક્યાંક, દર્શકોને પણ ઇમોશનલ કરી જાય છે, તો ક્યારેક હસાવી જાય છે. ફિલ્મના ડાયલોગ સીધા અને સત્ય છે. ''અમે બજરંગ બલીના ભક્ત છીએ.. ખોટુ નથી બોલતા..'' જેવા ડાયલોગ આપ પોતાની સાથે ઘરે લઇ જશો.

બેકગ્રાઉંડ મ્યૂઝિક
ફિલ્મની શરૂઆતથી લઇને ક્લાઇમેક્સ સુધી ફિલ્મનું બેકગ્રાઉંડ સ્કોર આપને બાંધી રાખે છે. મ્યૂઝિકથી કંઇ રીતે આપ દર્શકોને બાંધી રાખી શકો છો, અત્રે કબીર ખાને બજરંગી ભાઇજાનમાં આબેહુબ બતાવ્યું છે.

કબીર ખાનનું નિર્દેશન
કબીર ખાને એકવાર ફરી બતાવી દીધું કે સલમાન ખાન અને તેમની જોડી જબરદસ્ત છે. નિર્દેશનના મામલામાં આ ફિલ્મ માટે કબીર ખાનને પૂરેપૂરા નંબર આપી શકાય છે. એક ગંભીર વિષયને આ રીતે મોટા પર્દા પર રાખવો ઘણો રિસ્કી પણ સાબિત થઇ શકતો હતો. પરંતુ કબીર ખાને સાબિત કરી દીધું કે તેઓ આ મામલામાં માસ્ટર છે.

ભારત-પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાનના સંબંધો પર બોલીવુડમાં ઘણી ફિલ્મો બની ચુકી છે. સરફરોશથી લઇને બેબી અને હવે બજરંગી ભાઇજાન. ફિલ્મ થોડી કાલ્પનિક જરૂર લાગે છે, પરંતુ આપ ચોક્કસ ખુશ થશો. ભારત અને પાકિસ્તાનની વચ્ચે આપને એક હકારાત્મક વર્તા જોવી હોય તો બજરંગી ભાઇજાન ચોક્કસ જુઓ.

બજરંગી ભાઇજાન
શરૂઆતમાં બજરંગી ભાઇજાનના ટાઇટલ સામે હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ ફિલ્મ એવી છે કે દરેકે તેનો સ્વીકાર કરી લીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
